‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ ડબલ સેન્ચ્યુરી ફટકારનાર ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલ રાઉન્ડર ક્રિકેટરની ઓળખાણ પડી?
અ) વિજય માંજરેકર બ) નરી કોન્ટ્રેક્ટર
ક) પોલી ઉમરીગર ડ) દત્તુ ગાયકવાડ
——-
માતૃભાષાની મહેક
ભાષાસાહિત્યમાં અનુવાદ એટલે ‘મૂળની પાછળ પાછળ, મૂળને અનુસરીને બોલવું તે.’ ભાષાંતર શબ્દ અનુવાદના પર્યાય તરીકે પ્રયોજાય છે, અનુવાદ માટે તરજૂમો એ અરબી શબ્દ પણ પ્રચારમાં છે. અનુવાદના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે. કેટલાક શબ્દશ: અનુવાદ હોય છે, જે શબ્દાનુસારી અનુવાદ કહેવાય છે. આ રીતે અર્થાનુસારી અને ભાવ કે રસાનુસારી અથવા દેશકાલાનુસારી અનુવાદો એવા પ્રકાર પણ છે.
———
ઈર્શાદ
જણાવી લાભ શો, તો યે, પ્રભુ તમને જણાવું જત..
ભલે ને, ના મળી લિજ્જત, મને મેં જીવતો રાખ્યો.
– રઈશ મનીઆર
——–
ભાષા વૈભવ…
વિરુદ્ધ અર્થના શબ્દોની જોડી જમાવો
અ ઇ
મંદી ઢચુપચુ
મંદ ઉદાર
મંદમતિ ઝડપી
મક્કમ તેજી
મખ્ખીચૂસ બુદ્ધિશાળી
——–
ગુજરાત મોરી મોરી રે
મુખ્યત્વે માછીમારો અને કોળી પટેલ રહે છે એ સહેલાણીઓને અત્યંત પ્રિય એવો ડુમસનો રળિયામણો દરિયા કિનારો કયા શહેરની નજીક આવેલો છે?
અ) નવસારી બ) ભરુચ ક) સુરત ડ) વડોદરા
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
અડધું ફળ ને અડધું ફૂલ, જોવા મળું ના બાગમાં,
રંગે કાળું પણ મધમીઠું, ઝટપટ કહો કે હું કોણ?
અ) સીતાફળ બ) રામફળ ક) ગુલાબજાંબુ ડ) બનફૂલ
——–
માઈન્ડ ગેમ
૬૫ કિલોમીટરની ઝડપે દોડતી કારને વિરામ વિના ૮૪૫ કિલોમીટરનું અંતર પૂરું કરતા કેટલો સમય લાગે?
અ) ૧૧.૫ કલાક બ) ૧૨ કલાક ક) ૧૩ કલાક ડ) ૧૪.૫ કલાક
———
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
પ્રવૃત્તિ નિવૃત્તિ
પ્રગટ છાનું
પ્રગતિશીલ રૂઢિચુસ્ત
પ્રજાશાહી રાજાશાહી
પ્રતાપી નિર્માલ્ય
——–
ગુજરાત મોરી મોરી રે
ડાંગ
——-
ઓળખાણ પડી?
જગદીશચંદ્ર બોઝ
——-
માઈન્ડ ગેમ
૫૦ લિટર
——
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ગધેડો
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ખુશ્રુ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસિસ. ભારતી કટકિયા
(૮) નિખિલ બંગાળી (૯) અમીષી બંગાળી (૧૦) ભારતી બુચ (૧૧) લજીતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) મહેન્દ્ર લોઢાવિયા
(૧૫) રંજન લોઢાવિયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) રસીક જુઠાણી- (ટોરન્ટો-કેનેડા)
(૨૦) મહેશ દોશી (૨૧) મીનળ કાપડિયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) દીના વિકમસી (૨૬) સ્નેહલ કોઠારી
(૨૭) અંજુ ટોલિયા (૨૮) વિલાશ સી. અંબાની (૨૯) હરીશ જી. સુતરીયા (૩૦) હર્ષા મહેતા (૩૧) ભાવના કર્વે (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રજનીકાંત પટવા (૩૮) સુનીતા પટવા (૩૯) વિજય ગરોડિયા
(૪૦) નીતિન જે. બજરીયા (૪૧) પુષ્પા ખોના (૪૨) કલ્પના આશર (૪૩) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જયવંત પદમશી ચિખલ (૪૬) જાગૃતિ એન. બજરીયા