‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
મગર જેવું દેખાતું મગરમચ્છ જાતિનું આ પ્રાણી કયા નામે ઓળખાય છે?
અ) દાવાનળ બ) ઘડિયાલ ક) પરવાળ ડ) સૂરનાળ
——
જાણવા જેવું
ન્યૂઝીલેન્ડ અને તેની આસપાસના ટાપુઓમાં નેસ્ટર નામનો પોપટ થાય છે. તે એવો જોરાવર હોય છે કે ઘેટાંઓનો વાંસો ફાડી નાખે છે અને પછી અંદર રહેલો કેટલોક જરૂરી ભાગ ખાઈ જાય છે. ઓસ્ટ્રેલિયા અને તેની આસપાસના ટાપુઓમાં જે પોપટ થાય છે, તેની જીભનાં ટેરવાં ખરબચડાં હોય છે. કાકાકૌઆ નામના પોપટની જીભ સાદી હોય છે અને તેને માથા પર પીંછાની એક કલગી હોય છે.
——–
નોંધી રાખો
માથું નમે તો આશિષ મળે,
પણ મન નમે ત્યારે આશિષ ફળે.
——-
ભાષા વૈભવ…
મરાઠી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી બનાવો
A                  B
खेप        રમતિયાળ
खोड      સિવાય, વિના
खूण     ફેરો
खेरीज    ભૂલ, દોષ
खेळकर    નિશાની, એંધાણ
——
ગુજરાત મોરી મોરી રે.
મમ્મીની ભાભીને બાળક શું સંબોધન કરી બોલાવે?
અ) માસી બ) ફોઈ ક) કાકી ડ) મામી
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલી મીઠાઈ શોધી કાઢો
કોને ખબર ફી કેટલી ભરવી પડશે આવતા વર્ષે?
——–
માઈન્ડ ગેમ
શૂન્યાવકાશમાં પ્રકાશના કિરણની ઝડપ પ્રતિ સેક્ધડ કેટલી હોય છે?
અ) ૩,૩૩,૩૩૩ માઈલ ૨) ૧,૮૬,૦૦૦ માઈલ ૩) ૧ અબજ માઈલ ૪) ૪૪,૦૦૦ માઈલ
———
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
मावशी      માસી
आत्या     ફોઈ
आजोबा   દાદા
वहिनी     ભાભી
मेव्हणा   સાળો
——-
ગુજરાત મોરી મોરી રે
નરેશ
—–
ઓળખાણ પડી?
ઝરખ
——-
માઈન્ડ ગેમ
૧૮૧
——-
ચતુર આપો જવાબ
વટાણા
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) તાહેર ઔરંગાબાદવાલા (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ડૉ. પ્રકાશ કાટકિયા(૭) ભારતી કાટકીયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) લજીતા ખોના (૧૦) શ્રદ્ધા આશર (૧૧) અમીષી બેંગાલી (૧૨) નિખિલ બેંગાલી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) પુષ્પા પટેલ (૧૫) મહેન્દ્ર લોઢવિયા (૧૬) રંજન લોઢવિયા (૧૭) દીના વિકમશી (૧૮) મહેશ દોશી (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) મીનળ કાપડિયા (૨૨) રસીક જુઠાની – ટોરેન્ટો-કેનેડા (૨૩) પદમા લાડ (૨૪) મહેશ પી. પટેલ (૨૫) ભાવના કર્વે (૨૬) રાજુલ ભદ્રેશ પાતે (૨૭) સુનીતા પટવા (૨૮) કલ્પના આશર (૨૯) ખુશરુ કાપડીયા (૩૦) અંજુ ટોલીયા (૩૧) નિતીન જે. બજરીયા (૩૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૩) સુરેખા સુધીર દેસાઈ (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હીના દલાલ (૩૮) ઈનાકહી દલાલ (૩૯) અરવિંદ કામદાર (૪૦) વિજય ગોરડિયા (૪૧) દિલીપ પરીખ (૪૨) રવિન્દ્ર પાટડીયા (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) માલતી હરીશ ધરમસી (૪૫) પ્રવીણ વોરા

 

Google search engine