ફન વર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ પડી?
લાંબી ચાંચ તથા કૂકડા જેવી કલગી ધરાવતા અને મજબૂત ચાંચથી થડ અથવા ડાળી ખોદી શકતા પક્ષીને ઓળખ્યું?
અ) જુગારિયો
બ) કાષ્ઠપ્રેમી
ક) હોલો
ડ) લક્કડખોદ

ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
કેદમાંથી શરતી છુટકારો PATROL
પગારપત્રક PETROL
ચોકીદારનો પહેરો PAROLE
ગભરાઈને સ્તબ્ધ થવું PAYROLL
ઈંધણ PETRIFY

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચાંદો, સૂરજ, તારા એ દુશ્મન સૌ છે મારા,
ચાહે ઉંદર ચોર મુજને, સૂવાના મુજ ધારા.
અ) પથારી બ) પ્રકાશ ક) અંધારું ડ) ઘોંઘાટ

ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત કાવ્યની પંક્તિ પૂરી કરો.
દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર, શૂરા ——–, પશ્ર્ચિમ ઊગે સૂર.
અ) વાર્યા ન વળે બ) લડ્યા ન ડરે ક) બોલ્યા ન ફરે ડ) જીત્યા ન હારે

માતૃભાષાની મહેક
અભિસારિકા એટલે સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી. સાહસ અને છળ કરવા એ તેનાં વિશિષ્ટ લક્ષણ ગણવામાં આવ્યાં છે. પરકિયા અભિસારિકાના ત્રણ પ્રકાર કહેવાયા છે. પહેલો છે કૃષ્ણાભિસારિકા એટલે અંધારી રાતે મળવા જનારી. બીજો છે શુક્લાભિસારિકા એટલે કે ચાંદનીમાં મળવા જનારી અને ત્રીજો છે દીવાભિસારિકા એટલે કે દિવસે મળવા જનારી.

ઈર્શાદ
શું કરું? ક્યાંથી ઉકેલું? કેવો આ સંબંધ છે?
તું લખે છે ઇફિશહમાં ને હાથ તો મારા અંધ છે.
– સૌમ્ય જોશી

માઈન્ડ ગેમ
સામાન્યપણે વર્તુળમાં ત્રિજ્યાની લંબાઈ વ્યાસની લંબાઈ કરતાં અ) બમણી હોય બ) સરખી હોય ક) અડધી હોય ડ) ત્રણ ગણી હોય

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.