ફન વર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ પડી?
દેવતાઓના વૈદ્ય તરીકે તેમ જ સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી નીકળેલ ૧૪ રત્નોમાંનું એક રત્ન કયા નામે ઓળખાય છે?
અ) પાણિગ્રહી
બ) વિદ્યાસાગર
ક) વરાહમિહિર
ડ) ધન્વંતરિ
—–
ભાષા વૈભવ…

A B
ઔષધ DISEASE
ઉપચાર EPIDEMIC
નિદાન MEDICINE
રોગ DIAGNOSIS
રોગચાળો TREATMENT
—-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વાતો કરે પણ જાન નહીં, હવામાં ઊડે પણ પક્ષી કહેવાય નહીં,
ગાયન ગાય પણ ગવૈયો નહીં, દોરડા વિના તાર માફક જાય વહી.
અ) પેંગ્વિન બ) કોયલ ક) વાંસળી ડ) રેડિયો
—–
ગુજરાત મોરી મોરી રે
ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ગયા ત્યારે ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ કાવ્ય કોણે લખ્યું હતું?
અ) ઉમાશંકર જોશી બ) ઝવેરચંદ મેઘાણી કે) ઝીણાભાઈ દેસાઈ
ડ) કરસનદાસ માણેક
—–
ઈર્શાદ
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ – પગ છે એ વાત આજે જાણી.
– ચિનુ મોદી
——
માતૃભાષાની મહેક
કાઠિયાવાડમાં કહેવત છે મૂછે ચોપડવા તેલ નહીં ને ડેલીએ દીવા કરો. ખિસ્સામાં કોડી ન હોય પણ વાત કરોડોની કરવી એ બાપુઓનો સ્વભાવ જાણીતો છે. બાપુને મૂછો પર તેલ લગાવી એને આકર્ષક રાખવાની આદત હોય છે. જોકે, એને માટે જરૂરી મામૂલી તેલ પણ ઘરમાં ન હોય અને ડેલીએ મૂકેલા બધા દીવા પ્રગટાવવાની વાત કરવી એ બડાઈ મારવાની જ વાત થઈ ને.
—–
માઈન્ડ ગેમ
આડાઅવળા થઈ ગયેલા શબ્દો ગોઠવીને કહેવત શોધી કાઢો
પોલ ઢોલ પણ ઢમ માંહે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.