ઓળખાણ પડી?
હિન્દી ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા પહેલા વિદ્યા બાલને કઈ ટીવી સિરિયલમાં કામ કર્યું હતું એની ઓળખાણ પડી?
અ) ક્ધયાદાન બ) કોશિશ… એક આશા ક) બંધન ડ) હમ પાંચ
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
मुआयना નસીબ
मुआवजा નફો
मुकद्दर આરોપી
मुजरीम નિરીક્ષણ
मुनाफा મહેનતાણું
—
ગુજરાત મોરી મોરી રે
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગિટારિસ્ટ તરીકે પણ લોકપ્રિયતા મેળવનાર કયા ગઝલ ગાયકે ગાઈ હતી એ જણાવો.
અ) તલત મેહમૂદ બ) જગજીત સિંહ
ક) તલત અઝીઝ ડ) ભુપિંદર સિંહ
—
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ટેલિફોન પર નાયક (સુનીલ દત્ત) નાયિકા (નૂતન)ને ગાઈ સંભળાવે છે એ ‘જલતે હૈં જિસકે લિયે તેરી આંખોં કે દિયે’ કઈ ફિલ્મનું છે એનું નામ કહી શકશો?
અ) સુજાતા બ) ખાનદાન ક) ગઝલ ડ) મિલન
—
જાણવા જેવું
બાદશાહ ઓફ બોલિવૂડ તરીકે જાણીતા શાહરુખ ખાનને હોલિવૂડ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં ગેમ શૉના સંચાલક પ્રેમ કુમારનો રોલ ઓફર થયો હતો. અલબત્ત રોલમાં દમ નથી એવું કારણ આપી બાદશાહે ના પાડી હતી. પછી એ રોલ અનિલ કપૂરે કર્યો અને ફિલ્મને કેટલાક ઓસ્કર ઍવોર્ડ મળ્યા હતા. રિતિક રોશને સમયના અભાવે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭‘ તેમ જ ‘પિન્ક પેન્થર’ જેવી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
—
નોંધી રાખો
ક્રોધ કરવો એટલે બીજાની ભૂલનું વેર પોતાની જાત પર લેવું. માટે શક્ય હોય ત્યાં સુધી ક્રોધ પર કાબૂ રાખવો.
માઈન્ડ ગેમ
૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’માં હેમંત કુમારના સંગીત નિર્દેશનમાં કલ્યાણજી ભાઈએ બિન વગાડી હતી એ સંગીત વાદ્ય કયા નામથી જાણીતું છે એ કહી શકશો?
અ) ક્લેરીનેટ બ) વાયોલા
ક) કલેવાયોલીન ડ) યુકુલેલે
—
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
किंवदंती અફવા, ઊડતી વાત
किताबखाना પુસ્તકાલય
किफायती સસ્તું, બચત કરનારું
किराया ભાડું
कील ખીલી કે કાંટો
ગુજરાત મોરી મોરી રે
કૃષ્ણ શાહ
—
ઓળખાણ પડી?
અનવર હુસેન
માઈન્ડ ગેમ
સંતુર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અલબેલા