ઓળખાણ પડી?
૧૯૬૭માં સાઉથ આફ્રિકાના કાર્ડિયાક સર્જ્યન ડો. ક્રિશ્ર્ચિયન બરનાર્ડે સૌ પ્રથમ વાર માનવથી માનવ કયા અવયવમાં પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કર્યું હતું?
અ) કિડની બ) લિવર ક) હાર્ટ ડ) પેન્ક્રિયાસ
———
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
किल्ली તાળું
दार બારી
कुलूप ઓરડી
खिडकी દરવાજો
खोली ચાવી
—–
ગુજરાત મોરી મોરી રે
અમરેલી જિલ્લાનું કયું નગર ગોલ્ડ પ્લેટીંગમાં વિશ્ર્વસ્તરે જાણીતું છે એ કહી શકશો? આ નગર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને જાદુગર કે. લાલની જન્મભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે.
અ) બગદાણા બ) બગસરા ક) બરવાળા ડ) બાવળા
——-
જાણવા જેવું
પત્ની પરણેતર, સ્ત્રી, વહુ, ધણિયાણી, ભાર્યા, વિવાહિતા, જાયા, ભાર્યા, વધૂ, સહધર્મિણી, ગૃહિણી, પાણિગૃહિતા, સહચરી વગેરે નામથી પણ ઓળખાય છે. ગાંધીજીએ આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં નોંધ્યું છે કે પત્ની પતિની દાસી નથી, પણ તેની સહચારિણી છે, સહધર્મચારિણી છે. બંને એકબીજાના સુખ દુ:ખના સરખાં ભાગીદાર છે અને જેટલી સ્વતંત્રતા સારું – નઠારું કરવાની પતિને છે તેટલી જ સ્ત્રીને સુધ્ધાં છે.
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલા મોટા કદના પક્ષીનું નામ શોધી કાઢો જે પક્ષી હોવા છતાં આકાશમાં નથી ઊડી શકતું.
વિચિત્ર લાગે એવી વાત છે કે બાદશાહ મૃગજળને ઓળખવામાં થાપ ખાઈ ગયા.
——
નોંધી રાખો
ભગવાન પર ગમે તેટલો ભરોસો હોય પણ
એની પહેલા પોતાની જાત પર ભરોસો હોવો વધુ જરૂરી છે.
——
માઈન્ડ ગેમ
માનવ શરીરનાં ૨૦૬ હાડકાંમાંથી લંબાઈમાં સૌથી મોટું હાડકું ફીમર બોન કઈ જગ્યાએ હોય છે એ વિચાર કરીને કહી શકશો?
અ) ખભો બ) પીઠ
ક) સાથળ ડ) કોણી
——-
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
गोड ગળ્યું
आबंट ખાટું
कडु કડવું
तिखट તીખું
चव સ્વાદ
—–
ગુજરાત મોરી મોરી રે
ભાવનગર
——
ઓળખાણ પડી?
ડોલી
—–
માઈન્ડ ગેમ
૪.૫ કિલો
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ફાગણ
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) નિતિન બજરિયા (૪) ભારતી બુચ (૫) ડૉ. પ્રકાશ કાટકિયા (૬) ભારતી કાટકિયા (૭) વિભા મહેશ્ર્વરી (૮) શ્રદ્ધા આશર (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) લજિતા ખોના (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીષી બંગાળી (૧૫) પુષ્પા પટેલ (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) હર્ષા મહેતા (૧૮) મહેશ સંઘવી (૧૯) વર્ષા શ્રોફ (૨૦) મહેન્દ્રા લોઢાવિયા (૨૧) મહેશ દોશી (૨૨) મીનળ કાપડિયા (૨૩) રાજુલ પટેલ (૨૪) સુરેખા દેસાઈ (૨૫) હરીશ સુતરીયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) મનીષા શેઠ (૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) અંજુ ટોલિયા (૩૧) દેવેન્દ્રા સંપટ (૩૨) ભાવના કર્વે (૩૩) વીણા સંપટ (૩૪) જયવંત ચિખલ (૩૫) કિશોરકુમાર વેદ (૩૬) પુષ્પા ખોના (૩૭) દિલીપ પરીખ (૩૮) પ્રવીણ વોરા (૩૯) વિજય ગરોડિયા (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) સ્નેહાબેન કોઠારી (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી