Homeઈન્ટરવલફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
મોબાઈલ અને ટેક્નોલોજીના આક્રમણ પહેલાના સમયની બાળકોમાં અત્યંત લોકપ્રિય એવી આ રમતની ઓળખાણ પડી?
અ) અડકો દડકો બ) એન ઘેન ક) ચકી ચોખા ખાંડે છે ડ) આઇસ પાઈસ
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
DISCARD તિરસ્કાર
DISTANCE અસહમત
DISTURB કાઢી નાખવું
DISAGREE ખલેલ, પજવણી
DISDAIN અંતર
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ત્રણ અક્ષરનું મારું નામ, લખવા માટે આવું હું કામ,
છેલ્લે અક્ષર કાપતા કાગડો બનું, નાના મોટા સૌને ગમું.
અ) કલમ બ) રવેશ ક) વખત ડ) કાગળ
ગુજરાત મોરી મોરી રે
મનહર ઉધાસે ગાયેલા અત્યંત લોકપ્રિય ગીતની પંક્તિ પૂરી કરો.
…. રાખીને મેં જ્યારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે.
અ) કમાડને બંધ બ) હૃદયને ઉઘાડું ક) નયનને બંધ ડ) મોઢું હસતું
માઈન્ડ ગેમ
૧૧ લાખ રૂપિયાના કુલ ખર્ચે તૈયાર કરેલા મશીન પર ૧૨ ટકા જીએસટી ભર્યા પછી મશીન વેચવાથી ૧.૫ લાખની ખોટ ગઈ તો વેચાણ કિંમત જણાવો.
અ) ૧૦,૭૫,૫૦૦ બ) ૧૦, ૭૮,૦૦૦ ક) ૧૦,૮૨,૦૦૦ ડ) ૧૦, ૯૦,૦૦૦
માતૃભાષાની મહેક
માટી એટલે ધૂળ પ્રચલિત અર્થ છે. જોકે, માટી – માટીડો એટલે પુરુષ – મરદ કે ધણી – વર તેમજ શૂરો એવો અર્થ પણ છે. ‘મૂઠી જેવડોય માટી’ રૂઢિપ્રયોગ છે. અસલના વખતમાં સ્ત્રી એકલી બહાર ન જતી, નાના છોકરાને સાથે લઈને નીકળતી. પોતાની સાથે રક્ષણ કરનાર કોઈ છે એવી એના હૈયે ધરપત રહેતી. ‘મૂઠી જેવડોય માટી સાથે હોય પછી ભો નહીં’. ગમે તે ઉંમરનો પુરુષ સાથે હોય એ સ્ત્રી માટે સુરક્ષા કવચ માનવામાં આવતું.
ઈર્શાદ
ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્ર્વરની જેમ,
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ?
– રમેશ પારેખ
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
FAIL નાપાસ, નિષ્ફળ
FELL પડવું
FEEL અનુભવવું
FLEA માખી
FLEE ભાગી જવું
ગુજરાત મોરી મોરી રે
પાગલ એકલો
ઓળખાણ પડી?
બેઝબોલ
માઈન્ડ ગેમ
૨૬,૨૫૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચપ્પુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular