Homeપુરુષફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
દસ મહિનાથી ચાલી રહેલા રશિયા વિરુદ્ધના યુદ્ધ દરમિયાન દેશની જનતા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેનાર યુક્રેનના પ્રેસિડેન્ટની ઓળખાણ પડી?
અ) પુતિન બ) મેક્રોન ક) ઝેલેન્સ્કી ડ) કોર્ટબિક

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
વામા DWARF
વામન WOMAN
વાયરો WATER
વારસ WIND
વારિ INHERITOR

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊંટ જેવી છે બેઠક, મૃગ જેવી ભરે છે ઉછાળ,
ઊડતાં પકડે જીવજંતુ, દેખાવે લાગે ભોળો બાળ.
અ) કાચબો બ) દેડકો ક) સસલું ડ) હરણ

માતૃભાષાની મહેક
વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. બીજા શાસ્ત્ર કદાચ ન ભણી શકીએ પણ વ્યાકરણનો અભ્યાસ જરૂરી છે. એના જ્ઞાન વિના અશુદ્ધ રૂપ વપરાતા સ્વજન (પોતાના માણસ)ને બદલે શ્ર્વજન (શ્ર્વાન), સકલ (સઘળું)ને બદલે શકલ (ખંડ અથવા ટુકડો) અને સકૃત (એક વાર )ને બદલે શકૃત (છાણ) લખાય કે કહેવાઈ જાય. શુદ્ધ ભાષાના રક્ષણને માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે.

ગુજરાત મોરી મોરી રે
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું શરૂઆતનું શિક્ષણ કયા શહેરમાં થયું હતું એ જણાવી શકશો?
અ) નડિયાદ બ) કરમસદ ક) ખંભાત ડ) ગાંધીનગર

ઈર્શાદ
ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં ?
– ચંદ્રકાન્ત શેઠ

માઈન્ડ ગેમ
એ છાબડીમાં સાત સફરજન મૂકવામાં આવ્યા છે એમાંથી જો ચાર સફરજન તમે લઈ લો તો તમારી પાસે કેટલાં સફરજન હશે?
અ) ૧૧ બ) ૩ ક) ૨૧ ડ) ૪

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ઈજા INJURY
ઈર્ષા ENVY
ઈંધણ FUEL
ઈશાન NORTH – EAST
ઈસમ PERSON

ગુજરાત મોરી મોરી રે
જાફરાબાદ

ઓળખાણ પડી?
રિશી સુનક

માઈન્ડ ગેમ
૫૫,૦૦,૦૦૦ રૂપિયા

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચશ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular