‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com ‘ પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
A B
દેવયાની નળ રાજાની પત્ની
દધીચિ ક્રોધી સ્વભાવના ઋષિ
દમયંતી શકુંતલાનો પતિ
દુર્વાસા યયાતિની પત્ની
દુષ્યંત વજ્ માટે હાડકાં આપનાર ઋષિ
———-
ઓળખાણ પડી?
રામાયણ કથા અનુસાર કયા સ્થળે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું હતું અને રાવણે સીતાનું હરણ કર્યું હતું એ કહી શકશો?
અ) અશોક વાટિકા બ) પંચમઢી ક) પંચવટી ડ) ચિત્રકૂટ
——-
ગુજરાત મોરી મોરી રે
ભૂલ જાણતા થઈ હોય કે અજાણતામાં, લોકો ટીકા તો કરે જ. કેટલાકને તમે સમજાવી શકો, પણ બધાને ટીકા કરતા ન અટકાવી શકાય એ વાત કયા રૂઢિપ્રયોગથી વ્યક્ત થાય છે?
અ) આપ ભલા, જગ ભલા બ) ઊજળું એટલું દૂધ નહીં ક) ગામના મોઢે ગળણું ન બંધાય ડ) કૂવો પૂરવો આસાન નથી
———-
માતૃભાષાની મહેક
પડતર જમીનમાં ઉગતા કોકમ રસોઈમાં ખટાશ લાવવા માટે વપરાય છે. જીભના ચટાકા ઉપરાંત એ ગુણકારી પણ ગણાયા છે. કોકમ: કાળું કાળું કોકમ, ખુજલી માટે જોખમ, એસિડિટીથી થાય આહ, તો કોકમ મટાડે દાહ. તમે નોંધ્યું હશે કે કોકમ – જોખમ, આહ – દાહનો પ્રાસ બેસાડી કેવી મજેદાર રીતે સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવી છે નહીં! એટલે જ આ જોડકણાં વર્ષો સુધી સ્મૃતિમાં સચવાઈને પડ્યા છે.
———-
ઈર્શાદ
એક ક્ષણ માટે જો આ યુદ્ધ અટકાવી શકો,
તો ટેન્ક પર માથું મૂકી જરા હું ઊંઘી લઉં!
– માધવ રામાનુજ
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાળો છે પણ કાગ નહીં, દરમાં પેસે પણ ઉંદર નહીં,
વૃક્ષ ઉપર ચડે, વાનર નહીં, ચાર પગ પણ ઢોર નહીં.
અ) કોયલ બ) મંકોડો ક) કાચબો ડ) ઘૂવડ
———-
માઈન્ડ ગેમ
(૫ + ૯ + ૮) + (૭ + ૬ + ૪) = કેટલા થાય?
અ) ૪૫૨ બ) ૪૯૬ ક) ૫૨૮ ડ) ૫૬૦
——–
ગયા સોમવારના જવાબ
કુબેર ધનનો દેવતા
કુબ્જા કંસની કદરૂપી દાસી
ઘટોત્કચ ભીમ – હિડિંબાનો પુત્ર
ચાર્વાક નાસ્તિક તત્ત્વ દર્શન
જરાસંઘ કંસનો સસરો
——-
ગુજરાત મોરી મોરી રે
ઘોળીને પી જવું
——–
ઓળખાણ પડી?
લાક્ષાગૃહ
———
માઈન્ડ ગેમ
૨૦૦૦
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નવ ગ્રહ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમયા (૪) વિભા મહેશ્ર્વરી (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બૂચ (૭) લજીતા ખોના (૮) મીનલ કાપડિયા (૯) ખુશ્રુ કાપડિયા (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૨) હરીશ જી. સુતરીયા (૧૩) મનીષા શેઠ (૧૪) ફાલ્ગુની શેઠ (૧૫) મહેન્દ્ર લોઢવિયા (૧૬) તાહેર ઔરંગાબાદવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મહેશ દોશી (૧૯) હર્ષા મહેતા (૨૦) રાજુલ ભદ્રેશ પટેલ (૨૧) કલ્પના આશર (૨૨) ભાવના કર્વે (૨૩) પુષ્પા પટેલ (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) અરવિંદ કામદાર (૨૭) અંજુ ટોલીયા (૨૮) પુષ્પા ખોના (૨૯) દિલીપ પારેખ (૩૦) સુરેખા સુધીર દેસાઈ (૩૧) મહેશ સંઘવી (૩૨) રવીન્દ્ર પાટડીયા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) હીના દલાલ (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) રમેશ દલાલ (૩૭) નિખિલ બંગાળી (૩૮) અમીશી બંગાળી (૩૯) પ્રવીણ વોરા (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) વિજય આશર (૪૨) વીના સંપટ (૪૩) દેવેન્દ્ર સંપટ (૪૪) જયવંત પદમશી ચખિલ (૪૫) વિજય ગોરડિયા.