ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
૧૯૭૧માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડમાં પ્રથમ ટેસ્ટ વિજય મેળવનાર ભારતીય ટીમના કેપ્ટનની ઓળખાણ પડી?
અ) નાડકર્ણી
બ) રામચંદ
ક) વાડેકર
ડ) ઉમરીગર
—–
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
ઠરાવ REFUGEE
બળવાખોર REVOLUTIONARY
વાસ્તવિકતા REBELLION
શરણાર્થી RESOLUTION
ક્રાંતિકારી REALITY
—–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચાલે છે પણ જીવ નથી, મસ્તીમાં હલે છે પણ પગ નથી,
ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ બાજઠ નથી.
અ) ડામચિયો બ) ખુરસી ક) હિંચકો ડ) ચકડોળ
——
માતૃભાષાની મહેક
કંથેર એટલે કાંટાવાળી ગીચ ડાળીવાળી એક જંગલી વનસ્પતિ. તેનાં બહુ ઘટ જાળાં બને છે અને તેમાં સારી જાતનું મધ થાય છે. એના પરથી ભાષાપ્રયોગ છે કંથેરમાં હાથ ઘાલી વિમાસવું. વગર સમજ્યે અયોગ્ય કામ કરનારને તેનું ફળ મળ્યે પસ્તાવું પડે. કાંટાવાળું ઝાડ છે તે જાણવા છતાં હાથ ઘાલીએ તો કાંટા વાગે જ અને વાગ્યા પછી પસ્તાવો કરવો પડે એ ઉપરથી આ પ્રયોગ થયો છે.
——
ઈર્શાદ
મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
— લોકગીત
—–
માઈન્ડ ગેમ
આડાઅવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવીને કહેવત શોધી કાઢો ને બાપડી તે આપણી રૂડી બીજાની તે
—-
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતીમાં પ્રથમવાર બળવંતરાય ઠાકોરે શરૂ કરેલો ૧૪ લીટીનો કાવ્ય પ્રકાર કયો?
અ) હાઈકુ બ) પરિશીલન ક) સોનેટ ડ) ધ્વનિ કાવ્ય
——
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ગળ્યું SWEET
ખારું SALTY
ખાટું SOUR
કડવું BITTER
સ્વાદિષ્ટ TASTY
—–
ગુજરાત મોરી મોરી રે
હાઈકુ
—–
ઓળખાણ પડી?
ફૂટબોલ
—–
માઈન્ડ ગેમ
પાણીમાં રહીને મગર સાથે વેર કરાય નહીં
—–
ચતુર આપો જવાબ
આંબો
—–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) શ્રદ્ધા આશર (૩) લજીતા ખોના (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) મિસિસ. ભારતી કટકિયા (૬) મૂલરાજ કપૂર (૭) મહેશ દોશી (૮) અમીષી બંગાળી (૯) મહેન્દ્ર લોઢાવિયા (૧૦) રંજન લોઢાવિયા (૧૧) પ્રવીણ વોરા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) કલ્પના આશર (૧૫) મનીષા શેઠ (૧૬) ફાગ્લુની શેઠ (૧૭) ભાવના કર્વે (૧૮) મીનળ કાપડિયા (૧૯) હર્ષા મહેતા (૨૦) રજનીકાંત પટવા (૨૧) સુનીતા પટવા (૨૨) હરીશ એસ. ભટ્ટ (૨૩) અંજુ ટોલિયા
(૨૪) વિજય ગરોડિયા (૨૫) માલતી હરીશ ધરમસી (૨૬) સુરેખા સુધીર દેસાઈ (૨૭) શિલ્પા શ્રોફ (૨૮) જ્યોત્સના ગાંધી (૨૯) રમેશ દલાલ (૩૦) હિના દલાલ (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) દિલીપ પરીખ (૩૩) ભારતી બુચ (૩૪) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૫) પુષ્પા ખોના (૩૬) અરવિંદ કામદાર (૩૭) રવિન્દ્ર પટાડિયા (૩૮) નિતિન બજરીયા (૩૯) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૪૦) જાગૃત કે. જાની (૪૧) બીના જે. જાની (૪૨) પાર્થ જે. જાની (૪૩) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી
(૪૪) નયના ગિરિશ મિસ્ત્રી (૪૫) નૈશધ દેસાઈ (૪૬) ખુશ્રુ કાપડિયા (૪૭) વર્ષા મિલિંદ નાનસી (૪૮) દીના વિકમશી (૪૯) સ્નેહલ કોઠારી (૫૦) રાજુલા ભદ્રેશ પટેલ (૫૧) તાહેર ઔરંગાબાદવાળા (૫૨) શીરીન ઔરંગાબાદવાલા (૫૩) મહેશ સંઘવી (૫૪) હરીશ સુતરીયા (૫૫) હિતેશ એચ. સોતા (૫૬) મિલિંદ મનુભાઈ નાનસી (૫૭) નિખિલ બંગાળી (૫૮) વિલાસ સી. અંબાની

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.