‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ [email protected]પર મોકલવાના રહેશે.
——–
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
किंवदंती ભાડું
किताबखाना ખીલી કે કાંટો
किफायती પુસ્તકાલય
किराया અફવા, ઊડતી વાત
कील સસ્તું, બચત કરનારું
———
ઓળખાણ પડી?
હિન્દી ફિલ્મોમાં ચાર દાયકા કામ કરનાર અભિનેતાની ઓળખાણ પડી? નરગીસના ભાઈએ મુખ્યત્વે ચરિત્ર ભૂમિકા કરી હતી.
અ) મઝહર ખાન બ) બાબા આઝમી ક) અનવર હુસેન ડ) એમ. સાદિક
——-
ગુજરાત મોરી મોરી રે
પ્રવીણ જોશી સાથે આઇએનટીમાં નાટક કરનાર કયા ગુજરાતી દિગ્દર્શકે ‘શાલીમાર’ નામની હિન્દી ફિલ્મ અને હોલિવૂડમાં પણ ફિલ્મો બનાવી હતી?
અ) પાન નલિન બ) નાઈટ શ્યામલમ
ક) કૃષ્ણ શાહ ડ) આશિષ મહેતા
—–
જાણવા જેવું
બાદશાહ ઓફ બોલિવૂડ તરીકે જાણીતા શાહરુખ ખાનને હોલિવૂડ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં ગેમ-શોના સંચાલક પ્રેમ કુમારનો રોલ ઓફર થયો હતો. અલબત્ત રોલમાં દમ નથી એવું કારણ આપી બાદશાહે ના પાડી હતી. પછી એ રોલ અનિલ કપૂરે કર્યો અને ફિલ્મને કેટલાક ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. રિતિક રોશને સમયના અભાવે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭’ તેમ જ ‘પિન્ક પેન્થર’ જેવી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હિન્દી ફિલ્મોનું અત્યંત લોકપ્રિય હાલરડું ‘ધીરે સે આજા રી અખિયન મેં નિંદીયા આજા રે આજા’ કઈ ફિલ્મનું છે એનું નામ કહી શકશો?
અ) નવરંગ બ) અલબેલા ક) સુજાતા ડ) બંદિની
———-
નોંધી રાખો
દુ:ખ અને શ્રમ અત્યંત મહત્ત્વના છે. દુ:ખ વિના હૃદય નિર્મળ નથી થતું અને શ્રમ વિના વિકાસ નથી થતો.
——–
માઈન્ડ ગેમ
‘સિલસિલા’ સહિત કેટલીક ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપનાર શિવ – હરિની જોડીમાંથી શિવકુમાર શર્માએ કયું વાદ્ય ભારતભરમાં લોકપ્રિય બનાવ્યું હતું?
અ) સરોદ બ) પખવાજ
ક) સેલો ડ) સંતુર
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
कहर જુલમ
कहकहा અટ્ટહાસ્ય
कसक વેદના
कसीदा જરીનું ભરતકામ
कंचन સોનું
——–
ગુજરાત મોરી મોરી રે
મન્ના ડે
——–
ઓળખાણ પડી?
લવ સ્ટોરી
——-
માઈન્ડ ગેમ
હમજોલી
—–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હમ દોનો
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) વિભા મહેશ્ર્વરી (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) લજિતા ખોના
(૮) મીનલ કાપડિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) વર્ષા શ્રોફ (૧૨) હરીશ સુતરીયા (૧૩) મનીષા શેઠ (૧૪) ફાલ્ગુની
શેઠ (૧૫) મહેન્દ્રા લોઢાવિયા (૧૬) તાહેર ઔરંગાબાદવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મહેશ દોશી (૧૯) હર્ષા મહેતા
(૨૦) રાજુલ પટેલ (૨૧) કલ્પના આશર (૨૨) ભાવના કર્વે (૨૩) પુષ્પા પટેલ (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા
(૨૬) અરવિંદ કામદાર (૨૭) અંજુ ટોલિયા (૨૮) પુષ્પા ખોના (૨૯) દિલીપ પરીખ (૩૦) સુરેખા દેસાઈ (૩૧) મહેશ સંઘવી
(૩૨) રવીન્દ્ર પાટડિયા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) હિના દલાલ (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) રમેશ દલાલ (૩૭) નંદુ સંજાણવાલા
(૩૮) વિજય ગરોડિયા