ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
અદ્ભુત સફળતા મેળવનારો આ ગોલ્ફ ખેલાડી ઓળખાયો?
૧) જિમી કોનર્સ
૨) ટાઇગર વૂડ્સ
૩) પેલે
૪) માઈક ટાયસન
———
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે અમલ. અરબી શબ્દ અમલ એટલે અધિકાર, સત્તા અને કસુંબો એવો અર્થ પણ છે. અમલ બજાવવો એટલે સત્તા વાપરવી. અમલ બજવણી પ્રયોગ જાણીતો છે. અમલ એટલે સત્તા અને દાર એટલે રાખનાર એ બે શબ્દયુગ્મથી અમલદાર શબ્દ બન્યો છે જેનો અર્થ અધિકારી કે હોદ્દેદાર થાય છે. અમલદારશાહી (નોકરશાહી) એનું જ સ્વરૂપ છે.
——–
ઈર્શાદ
મુજ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ,
કંઈ નહીં તો છેવટે ઠોકર બનીને પણ આવ.
– બરકત વીરાણી ‘બેફામ’
———
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A                       B
TO             વાર્તા, કથા
TOO            બે
TWO         પૂંછડી
TAIL          તરફ
TALE            પણ
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ટન ટન બસ નાદ કરે, ઘડિયાળ જોઈ સાદ કરે,
સ્કૂલ નિશાળે એ લટકે, રણકે તો બાળકો છટકે.
અ) તાળું બ) દંડૂકો ક) ઘંટ
———–
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત જોડકણાની પંક્તિ પૂરી કરો
લાલ, પીળો ને વાદળી એ મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા તો
અ) રંગવાથી થાય બ) ગોઠવણીથી થાય ક) મેળવણીથી થાય ડ) બાદબાકીથી થાય
——-
માઈન્ડ ગેમ
બે અંકની એક સંખ્યા બમણી કરી એમાં ૫૫ ઉમેરતાં ૯૯ જવાબ આવે તો બે અંકની સંખ્યા કઈ?
———
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
PEAK       પર્વતનું શિખર
PEEK      ડોકિયું કરવું
PICK      પસંદ કરવું
PRICE    કિંમત, ભાવ
PRIZE    બક્ષિસ, ઈનામ
———
ગુજરાત મોરી મોરી રે
પાણા એટલા પાણા
———–
ઓળખાણ પડી?
નરી કોન્ટ્રેક્ટર
———
માઈન્ડ ગેમ
૬૮
——–
ચતુર આપો જવાબ
રૂમાલ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) મૂળરાજ કપૂર (૪) પુષ્પા પટેલ (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) મિસિસ. ભારતી કટકિયા (૧૦) અમીષી બેંગાળી (૧૧) નિખિલ બેંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) ખુશ્રુ કાપડિયા (૧૪) લજીતા ખોના (૧૫) મહેશ દોશી (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) રંજન લોઢાવિયા (૧૮) પ્રવીણ વોરા (૧૯) હરીશ સુતરીયા (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) અરવિંદ સુતરીયા (૨૨) મીનળ કાપડિયા (૨૩) હર્ષા મહેતા (૨૪) અમીતા સંઘવી (૨૫) અશોક સંઘવી (૨૬) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૨૭) ભાવના કર્વે (૨૮) કલ્પના આશર (૨૯) જાગૃત જાની (૩૦) બીના જે. જાની (૩૧) તાહેર ઔરંગાબાદવાળા (૩૨) શીરીન ઔરંગાબાદવાળા (૩૩) જયંતી પટેલ (૩૪) ધર્મેન્દ્ર ઓઝા (૩૫) વિભા ઓઝા (૩૬) પુષ્પા ખોના (૩૭) રજનીકાંત પટવા (૩૮) સુનીતા પટવા (૩૯) રમેશ દલાલ (૪૦) હિના દલાલ (૪૧) દિલીપ પરીખ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) જયવંત પદમશી ચિખલ (૪૫) શિલ્પા શ્રોફ (૪૬) નિતિન જે. બજરીયા (૪૭) ભરત ત્રિવેદી (૪૮) અંજુ ટોલિયા (૪૯) રસિક જૂઠાણી ટોરન્ટો કેનેડા (૫૦) મિલિંદ મનુભાઈ નાનસી (૫૧) નયના ગિરિશ મિસ્ત્રી (૫૨) અરવિંદ કામદાર (૫૩) પાર્થ જે. જાની (૫૪) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૫) રમેશ ગંગારામ કાપડિયા (૫૬) રંજન રમેશ કાપડિયા

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.