‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———–
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
FAIL અનુભવવું
FELL નાપાસ, નિષ્ફળ
FEEL પડવું
FLEA ભાગી જવું
FLEE માખી
——–
ઓળખાણ પડી?
બેટ અને બોલથી રમાતી પણ ક્રિકેટ કરતા જુદી પડતી અને મુખ્યત્વે યુએસએમાં અત્યંત લોકપ્રિયતા ધરાવતી આ રમતની ઓળખાણ પડી?
અ) લેક્રોસ બ) બેઝબોલ ક) બાસ્કેટબોલ ડ) સ્નૂકર
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પાસે આવે તેને એ કાપે, એવું જનમનું એ છે ખૂની,
થાય ના એને જેલ કે ફાંસી, માણસ જાતનું છે એ ગુણી.
અ) તલવાર બ) ચપ્પુ ક) દસ્તો ડ) ઓરસિયા
——–
માતૃભાષાની મહેક
આપણી સંસ્કૃતિમાં ત્રણ પવિત્ર સંખ્યા મનાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ તરીકે સ્થાપિત છે. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા (જાણકારી, જાણવું અને જાણકાર) ધ્યાન, ધ્યેય ને ધાતા (લક્ષ્ય, લક્ષ્ય બિંદુ અને સર્જનહાર) કર્તા, કર્મ ને ક્રિયાપદ વગેરે અનેક જાતની ત્રિપુટી આદરણીય ગણાય છે. સત્ત્વ, રજસ ને તમસ એ ત્રિગુણ કહેવાય છે. કાયિક, વાચિક અને માનસિક એ ત્રણ પ્રકારના દુ:ખ ગણાય છે. ત્રિશૂલનો એટલે ત્રણ અણીવાળું શસ્ત્ર.
———
ગુજરાત મોરી મોરી રે
વેણીભાઈ પુરોહિતની અત્યંત લોકપ્રિય ગીતની પંક્તિ પૂરી કરો.
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો …………………………….
અ) આશિક એકલો બ) ઘાયલ છું ઘણો ક) ચાંદ છું મોટો ડ) પાગલ એકલો
———
ઈર્શાદ
પંખી માટે ખેતરમાં ચાડિયો જ કાફી છે, કારણ કે પંખી
માણસને ઓળખે છે અને ચાડિયો માણસ જેવો લાગે છે.
ભરત વિંઝુડા
——
માઈન્ડ ગેમ
બોનસના મળેલા અઢી લાખ રૂપિયામાંથી ૩૦ ટકા રકમ વાપરી બાકીના પૈસા શેર બજારમાં રોકવાથી ૧૫% નફો થયો તો નફાની રકમ કેટલી?
અ) ૧૯, ૨૦૦ બ) ૨૨,૧૦૦
ક) ૨૬,૨૫૦ ડ) ૩૦,૧૦૦
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
PALE નિસ્તેજ, ઝાંખું
PAIL બાલદી
PLEA અરજી, દલીલ
PAL મિત્ર
PAL હથેળી
——–
ગુજરાત મોરી મોરી રે
આસમાની રંગની
———
ઓળખાણ પડી?
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો
—–
માઈન્ડ ગેમ
૨,૩૫,૪૦૦
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
અંધારું
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુનીતા પટવા (૨) વિલાસ કાંબલી (૩) શિલ્પા શ્રોફ (૪) દિલીપ પરીખ (૫) વિજય આસર (૬) સ્નેહલ કોઠારી (૭) નિતિન બજરિયા (૮) પુષ્પા ખોના (૯) મહેશ સંઘવી (૧૦) વિજય ગરોડિયા (૧૧) અંજુ ટોલિયા (૧૨) રાજુલ પટેલ (૧૩) સુભાષ મોમાયા (૧૪) મુલરાજ કપૂર (૧૫) પ્રવીણ વોરા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૮) ભારતી કાટકિયા (૧૯) લજિતા ખોના (૨૦) ભારતી બુચ (૨૧) શીલા શેઠ (૨૨) ગિરીશ શેઠ (૨૩) વિભા મહેશ્ર્વરી (૨૪) હરીશ સુતરીયા (૨૫) પુષ્પા પટેલ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીષી બંગાળી (૨૮) હર્ષા મહેતા (૨૯) જ્યોતિ ખાંડવાલા (૩૦) ખુશરૂ કાપડિયા (૩૧) તાહેર ઔરંગાબાદવાલા (૩૨) શીરીન ઔરંગાબાદવાલા (૩૩) મનીષા શેઠ (૩૪) ફાલ્ગુની શેઠ (૩૫) રમેશ દલાલ (૩૬) હિના દલાલ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) રજનીકાંત પટવા (૪૦) વર્ષા શ્રોફ (૪૧) પદમા લાડ (૪૨) સુરેખા દેસાઈ (૪૩) મહેશ દોશી (૪૪) ભાવના કર્વે (૪૫) વર્ષા નાનસી (૪૬) વિણા સંપટ (૪૭) શેલેષ વોરા (૪૮) મીનળ કાપડિયા (૪૯) કિશોર વેદ (૫૦) જયવંત ચિખળ