Homeપુરુષફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ઑક્ટોબરમાં યુકેના વડાં પ્રધાન લિઝ ટ્ર્સે રાજીનામું આપ્યા પછી બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બનેલા ભારતના જમાઈની ઓળખાણ પડી?
અ) બોરિસ જોન્સન બ) રિશી સુનક ક) ટોની બ્લેર ડ) ડેવિડ કેમરૂન —
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
ઈજા ENVY
ઈર્ષા PERSON
ઈંધણ NORTH – EAST
ઈશાન INJURY
ઈસમ FUEL

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આંખો પર વસતા અને સૌને રાખે હસતા,
દૂર – નજીકનું જોઈ લઈ, કદી પણ ન ખસતા.
અ) કીકી બ) કેનવાસ ક) ચશ્માં ડ) પાંપણ

ગુજરાત મોરી મોરી રે
અમરેલી જિલ્લાનું કયું શહેર રંગીન મકાનના નગર તરીકે ઓળખાય છે? ગુજરાતના સુબા કે દિલ્હીના સત્તાધીશોને બદલે વર્ષો સુધી જંજીરાના સીદીઓના શાસન હેઠળ હતું.
અ) રાજુલા બ) જાફરાબાદ ક) લાઠી ડ) ધારી

માતૃભાષાની મહેક
ગુજરાતીમાં લખાણ કરતી વખતે શબ્દના તત્સમ અને તદ્ભવ એ બેઉ રૂપ પ્રચલિત હોય તો બંને લખી શકાય. ઉદાહરણ તરીકે રાત – રાત્રિ, કલા – કળા, ધર્મ – ધરમ, વર્ષ – વરસ, ભક્ત – ભગત, નહીં – નહિ, દસ – દશ વગેરે. શબ્દમાં આવતા રેફ પૂર્વેના અક્ષર સાથે ઈ અથવા ઊ દીર્ઘ લખવામાં આવે છે, જેમ કે કીર્તન, પૂર્વ, ર્જીણ, તીર્થ, ચૂર્ણ, કીર્તિ, દીર્ઘ, શીર્ષક, પૂર્ણિમા, ઈર્ષા, ઊર્મિ, સૂર્ય વગેરે. અલબત્ત ઉર્વશી શબ્દ અપવાદ છે.

ઈર્શાદ
તારી વીંટી તેં મને આપી દીધેલી, યાદ છે?
સોનાથી નહીં, તારે પરસેવે મઢેલી, યાદ છે?
— મુકુલ ચોક્સી

માઈન્ડ ગેમ
૧૩ લાખ રૂપિયામાં લીધેલા પ્લોટ પર પ્રતિ ચોરસ ફૂટ ૩૨૦૦ રૂપિયાના ભાવથી કરેલું ૩૫૦૦ ચોરસ ફૂટનું બાંધકામ ૧,૮૦,૦૦૦,૦૦ રૂપિયામાં વેચવાથી કેટલો નફો થયો?
અ) ૪૨,૮૫,૦૦૦ રૂપિયા બ) ૪૯,૪૨,૦૦૦ રૂપિયા ક) ૫૫,૦૦,૦૦૦ રૂપિયા ડ) ૫૯,૦૦,૦૦૦ રૂપિયા

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ઉત્કટ INTENSE
ઉતાવળ HURRY
ઉત્ક્રાંતિ EVOLUTION
ઉત્તમ BEST
ઉત્પાત DISTURBANCE
ગુજરાત મોરી મોરી રે
સલાયા
ઓળખાણ પડી?
બર્લિન
માઈન્ડ ગેમ
૫૩,૧૨,૫૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આંખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular