Homeવીકએન્ડફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
———
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A           B
ભોરિંગ    ભાભી
ભેરુ        ભાઈ
ભોજાઈ    મૂર્ખ
ભોટ       સાપ
ભ્રાતા     સાથી
——–
ઓળખાણ પડી?
૧૯૭૦ના દાયકામાં પાકિસ્તાનના પ્રેસિડેન્ટ અને પ્રાઈમ મિનિસ્ટર પદ પર રહેલા આ રાજકારણીને ઓળખ્યા, જેમની દીકરી પછી વડાં પ્રધાન બની હતી?
અ) અયુબ ખાન બ) ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ક) યાહ્યા ખાન ડ) નુરુલ અમીન
———
ગુજરાત મોરી મોરી રે
દરેક ગામમાં કેટલાક લોકોને કોઈ પણ વાત કરવાની આદત હોય અને એ ટાઢા પહોરની હાંકે છે એમ કહેવાય છે. ટાઢા પહોરની હાંકે છે એનો અર્થ શું થાય?
અ) શિયાળાની વાત બ) બરફ બનાવવાની રીત
ક) ગપ્પાં મારવા ડ) ધાબળાની ઈચ્છા
——–
જાણવા જેવું
પંચ એટલે કોઈ વાતનો તોડ લાવવા માટે નિમાયેલા પાંચ કે તેથી વધારે માણસો; પાંચ અથવા વધુ માણસોનો સમુદાય અથવા સમાજ, પાંચ ડાહ્યા માણસોની મંડળી. પંચાજીરી એટલે સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને સુવાના ભૂકામાં ખાંડ મેળવીને કરેલું મિશ્રણ; પંચજીરક. જન્માષ્ટમીના પારણાને દિવસે સવારમાં પંચાજીરી પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. તેનો ગુણ પાચક મનાય છે.
——–
ચતુર આપો જવાબ
૧૯૫૦ના દાયકામાં ભૂદાન આંદોલનની ચળવળ શરૂ કરનાર અને સર્વોદય સમાજની સ્થાપના કરનાર ગાંધીવાદી વિચારો ધરાવતા સંતપુરુષનું નામ જણાવો.

માથું ખંજવાળો
અ) જયપ્રકાશ નારાયણ
બ) વિનોબા ભાવે
ક) રાજેન્દ્ર પ્રસાદ
ડ) માલવિયા
——–
નોંધી રાખો
હિંસા સૌપ્રથમ માણસના મનમાં જન્મી આકાર લે છે અને પછી એ બંદૂકની ગોળી મારફત વ્યક્ત થાય છે
——-
માઈન્ડ ગેમ
પૃથ્વી પરના વાતાવરણમાં વિવિધ વાયુ – ગેસની હાજરી હોય છે. એમાં નાઈટ્રોજન કેટલા ટકા હોય છે એ કહી શકશો?
અ) ૨૧ બ) ૪૯ ક) ૭૮ ડ) ૧૧
———-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A          B
ચકચૂર    નશામાં ગરક
ચકમક   તકરાર, કજિયો
ચકોર    ચપળ
ચક્રાકાર  વર્તુળાકાર
ચટપટ    તાબડતોબ
——–
ગુજરાત મોરી મોરી રે
પગપેસારો
———
ઓળખાણ પડી?
ગોર્બાચોફ
——-
માઈન્ડ ગેમ
લેક્ટિક એસિડ
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સુંદરલાલ બહુગુણા
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) સુરેખા સુધીર દેસાઈ (૪) લજીતા ખોના (૫) વિભા મહેશ્ર્વરી (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) જ્યોતિ ખાંડવાલા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) પુષ્પા પટેલ (૧૨) હરીશ જી. સુતરીયા (૧૩) મીનળ કાપડિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) કિશોરકુમાર જીવણદાસ વેદ (૧૯) જયવંત પદમશી ચિખલ (૨૦) કલ્પના આશર (૨૧) ભાવના કર્વે (૨૨) રાજુલા ભદ્રેશ પટેલ (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) રમેશ દલાલ (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) હિના દલાલ (૨૯) અંજુ ટોલિયા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) મહેશ દોશી (૩૨) હર્ષા મહેતા (૩૩) દિલીપ પરીખ (૩૪) પ્રવીણ વોરા (૩૫) નીતિન જે. બજરીયા (૩૬) વર્ષા મિલિંદ નાનસી (૩૭) મહેશ સંઘવી (૩૮) તાહેર ઔરંગાબાદવાલા (૩૯) શીરીન ઔરંગાબાદવાલા (૪૦) સ્નેહલ કોઠારી (૪૧) યોગેશ જોષી (૪૨) વિલાસ સી. અંબાની (૪૩) અરવિંદ કામદાર (૪૪) મિલિંદ મનુભાઈ નાનસી (૪૫) પુષ્પા ખોના (૪૬) રવિન્દ્ર પાટડીયા (૪૭) અજીત ઉદેશી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular