‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
कहर જરીનું ભરતકામ
कहकहा સોનું
कसक જુલમ
कसीदा અટ્ટહાસ્ય
कंचन વેદના
———
ઓળખાણ પડી?
રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવ અને વિજયેતા પંડિતની કારકિર્દીની પહેલી જ ફિલ્મ સુપરહિટ થઈ હતી એની ઓળખાણ પડી?
અ) તેરી કસમ બ) લવ સ્ટોરી ક) નામ ડ) હમ હૈં લાજવાબ
——-
ગુજરાત મોરી મોરી રે
અવિનાશ વ્યાસે લખેલું અને ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કરેલું અત્યંત લોકપ્રિય ગીત ‘હુ તુ તુ તુ તુ તુ તુ, જામી રમતની ઋતુ’ કોણે ગાયું છે?
અ) કિશોર કુમાર બ) મન્ના ડે ક) રફી
ડ) પુરુષોત્તમ ઉપાધ્યાય
——–
જાણવા જેવું
‘સંગમ’ (૧૯૬૪) બનાવવાનો વિચાર કર્યો ત્યારે રાજ કપૂર એમાં દિલીપ કુમારને લેવા ઈચ્છતા હતા. તેમણે દિલીપ કુમારને પસંદ પડે એ રોલ સ્વીકારવાની છૂટ આપી હતી. જોકે, કોઈ કારણસર દિલીપ કુમારે એ ઓફર સ્વીકારી નહીં અને છેવટે એ રોલ રાજેન્દ્ર કુમારને ઓફર કરવામાં આવ્યો હતો. જાણવા જેવી વાત એ છે કે ૧૯૪૦ના દાયકામાં આ જ સ્ટોરી સાથે રાજ કપૂરે ‘ઘરોંદા’ નામની ફિલ્મ બનાવવા વિચાર્યું હતું.
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
લતા મંગેશકરે ગાયેલું ‘અલ્લા તેરો નામ ઈશ્ર્વર તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન’ કઈ હિન્દી ફિલ્મનું છે એનું નામ કહી શકશો?
અ) દો આંખે બારહ હાથ બ) પારસમણિ ક) હમ દોનો ડ) ભગવાન દાદા
———-
નોંધી રાખો
સમય સતત ગતિ કરે છે અને સમય અનુસાર જે બદલાવ સ્વીકારે છે એની પ્રગતિમાં અવરોધ નથી આવતો.
———-
માઈન્ડ ગેમ
કઈ ફિલ્મમાં મેહમૂદે ટ્રિપલ રોલ (દીકરો – પિતા -દાદા) કર્યો હતો એ કહી શકશો? પિતા અને દાદાનો રોલ રાજ કપૂર – પૃથ્વીરાજ કપૂર પર આધારિત હતા.
અ) વારિસ બ) જવાબ
ક) હમજોલી ડ) લાખોં મેં એક
——–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
आँत આંતરડું
कंधा ખભો
कलाई કાંડું
तलवा પગનું તળિયું
पेशी સ્નાયુ
——-
ગુજરાત મોરી મોરી રે
છેલ્લો શો
——–
ઓળખાણ પડી?
વિક્રમ ગોખલે
——–
માઈન્ડ ગેમ
મર્યાદા
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મનપસંદ
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા સુધીર દેસાઈ (૪) લજિતા ખોના (૫) વિભા મહેશ્ર્વરી (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર
(૮) જ્યોતિ ખાંડવાલા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) પુષ્પા પટેલ (૧૨) હરીશ સુતરીયા (૧૩) મીનળ કાપડિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) વર્ષા શ્રોફ (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) કિશોરકુમાર વેદ (૧૯) જયવંત ચિખલ (૨૦) કલ્પના આશર (૨૧) ભાવના કર્વે (૨૨) રાજુલ પટેલ (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) રમેશ દલાલ (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) હિના દલાલ (૨૯) અંજુ ટોલિયા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) મહેશ દોશી (૩૨) હર્ષા મહેતા (૩૩) દિલીપ પરીખ (૩૪) પ્રવીણ વોરા (૩૫) નિતીન બજરિયા (૩૬) વર્ષા નાનસી (૩૭) મહેશ સંઘવી (૩૮) તાહેર ઔરંગાબાદવાલા (૩૯) શીરીન ઔરંગાબાદવાલા (૪૦) સ્નેહલહબેન કોથારી
(૪૧) યોગેશ જોષી