‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ [email protected] પર મોકલવાના રહેશે.
———
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
वारा રેતી
वाळू ખરાબ
वाट વહેંચણી
वाटप પવન
वाईट રસ્તો
——–
ઓળખાણ પડી?
પતિ સાથે સંયુક્તપણે ફિઝિક્સ માટે અને ત્યાર બાદ કેમિસ્ટ્રી માટે એકલપંડે એમ બે વાર નોબેલ પ્રાઈઝ મેળવનાર આ મહિલા વૈજ્ઞાનિકની ઓળખાણ પડી?
અ) એડા લવલેસ
બ) રોઝાલિન્ડ ફ્રેન્કલીન
ક) વેરા રુબિન
ડ) મેરી ક્યુરી
———
ગુજરાત મોરી મોરી રે
ધીરુભાઈ અંબાણીનો જન્મ થયો હતો એ સમુદ્ર કિનારે આવેલા તિથલ, ડુમ્મસ જેવા જૂનાગઢ જિલ્લાના વિહારધામનું નામ જણાવો.
અ) શાંતિપુર બ) દેવગામ
ક) ઉભરાટ ડ) ચોરવાડ
———-
જાણવા જેવું
ખંભાળિયા તાલુકાના ભાટિયા અને લોહાણા સાહસિક વેપારીઓ છે. સલાયા બંદરમાં તેમનાં વહાણો બંધાતાં હતાં અને ઓગણીસમી સદી દરમિયાન સલાયા અને ખંભાળિયાનો પૂર્વ આફ્રિકાના અને ઈરાની અખાતના દેશો, મસ્કત વગેરે સાથે બહોળો વેપાર હતો. તાલુકામાં જામખંભાળિયા, સલાયા બે શહેરો છે અને ગામડાંની સંખ્યા ૮૬ છે. વહાણવટા માટે પ્રખ્યાત સલાયા દાણચોરી માટે જગબત્રીસીએ ચડ્યું હતું.
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું પાણીમાં જોવા મળતું દાંડીવાળું ફૂલ
શોધી કાઢો.
મેદાનમાંથી રમીને આવેલા કિશોરો ખારેક મળવાથી રાજી રાજી થઈ ગયા.
———–
નોંધી રાખો
સાચો સંન્યાસી એ જ ગણાય જે પોતાની ચિંતા – ફિકર કરવાને બદલે કાયમ બીજાની ચિંતા કરે, બીજાનું હિત જુએ.
———
માઈન્ડ ગેમ
એક ગેલન એટલે અંદાજે પોણા ચાર લિટર થાય તો ૧૨ ગેલન બરાબર કેટલા લિટર થાય એ ગણતરી કરી કહી શકશો?
અ) ૧૫.૭૫ બ) ૩૨ ક) ૪૫ ડ) ૪૮
———-
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
राखीव અનામત
राग ગુસ્સો
रांग કતાર
रांगडा અનાડી
रान જંગલ, વગડો
———
ગુજરાત મોરી મોરી રે
આકાશકુસુમવત્
——-
ઓળખાણ પડી?
મૃણાલ ગોરે
——–
માઈન્ડ ગેમ
શ્રાવણ
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પેલે
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) લજિતા ખોના (૫) વિભા મહેશ્ર્વરી (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮)
જ્યોતિ ખાંડવાલા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) પુષ્પા પટેલ (૧૨) હરીશ સુતરીયા (૧૩) મીનળ કાપડિયા (૧૪) મનીષા
શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) વર્ષા શ્રોફ (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) કિશોરકુમાર વેદ (૧૯) જયવંત ચિખલ (૨૦) કલ્પના આશર
(૨૧) ભાવના કર્વે (૨૨) રાજુલ પટેલ (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) રમેશ દલાલ (૨૭)
ઈનાક્ષી દલાલ (૨૮) હિના દલાલ (૨૯) અંજુ ટોલિયા (૩૦) શિલ્પા૪ શ્રોફ (૩૧) મહેશ દોશી (૩૨) હર્ષા મહેતા (૩૩) દિલીપ પરીખ
(૩૪) પ્રવીણ વોરા (૩૫) નિતિન બજરિયા (૩૬) વર્ષા નાનસી (૩૭) મહેશ સંઘવી (૩૮) હર્ષા મહેતા (૩૯) તાહેર ઔરંગાબાદવાલા
(૪૦) શીરીન ઔરંગાબાદવાલા