ઓળખાણ પડી?
૧૯૬૧થી ૧૯૮૯ દરમિયાન પૂર્વ જર્મની અને પશ્ર્ચિમ જર્મની એવા વિભાજન માટે નિમિત્ત બનેલી આ દીવાલ કયા શહેરમાં બાંધવામાં આવી હતી એ ઓળખી કાઢો?
અ) હેમ્બર્ગ બ) ફ્રેન્કફર્ટ ક) બર્લિન ડ) બોન
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ઉત્કટ DISTURBANCE
ઉતાવળ BEST
ઉત્ક્રાંતિHURRY
ઉત્તમ INTENSE
ઉત્પાત EVOLUTION
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બે બહેનો દેખાવડી, અડખે પડખે રહેતી,
રોઈ રોઈને થાકતી, પણ કદી ભેળી ન થાતી.
અ) નસકોરાં બ) આંગળી ક) ઘડિયાળના કાંટા ડ) આંખ
—
માતૃભાષાની મહેક
સળેખમ એટલે શરદી. નાકમાંથી પાતળી રસી ઝરે એવો શરદીનો વિકાર, નાક બંધ થઇને અવાજ ભારે થઇ જાય તેવો શરદીનો રોગ. આ વિકાર શ્લેષ્મ કે રસવિકાર તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને હવાના ફેરફારથી અથવા સ્થળ અને ઋતુના બદલવાથી પણ સળેખમ થાય છે. જોઈતાં પ્રજીવક તત્ત્વો ખોરાકમાંથી નહિ મળતા તેની ખામીને કારણે આ રોગ વધુ પ્રમાણમાં ફેલાવાનું માનવામાં આવે છે.
—
ગુજરાત મોરી મોરી રે
મુખ્યત્વે વ્યાપાર અને માછીમારી માટેના જહાજ બાંધવાનું પરંપરાગત ઉદ્યોગ ધરાવતું કયું શહેર દાણચોરી માટે પણ જાણીતું છે? અહીં બાંધવામાં આવતા જહાજ મોટે ભાગે એક કૂવાથંભવાળા અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વગરના રહેતા.
અ) બગદાણા બ) વઢવાણ ક) સલાયા ડ) કંડલા
—
ઈર્શાદ
કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહુકાથી દૂર કેમ રહીએ?
– રવીન્દ્ર પારેખ
—
૨૧૨૫ સ્કવેર ફૂટની જગ્યાનો ૪.૨૫ કરોડ રૂપિયામાં લીધેલો ફ્લેટ ૨૨૫૦૦ રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવે વેચાયો તો કેટલો ફાયદો થયો એ જણાવો.
અ) ૪૦,૬૨,૬૦૦ બ) ૪૭,૯૬,૦૦૦ ક) ૫૦,૦૦,૦૦૦ ડ) ૫૩,૧૨,૫૦૦
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અધ્યાપક PROFESSOR
અવટંક SURNAME
અકબંધ INTACT
અખતરો EXPERIMENT
અખિલ ENTIRE
ઓળખાણ પડી?
ઈગ્લુ
ગુજરાત મોરી મોરી રે
ઊંઝા
માઈન્ડ ગેમ
૪, ૫૫, ૮૦,૦૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રોટલી