ઓળખાણ પડી?
બલુઆ પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવેલું રુકમણી મંદિર ક્યાં આવ્યું છે એની ખબર છે? અહીં નિર્જળા એકાદશીનો તહેવાર ધામધૂમથી
ઉજવાય છે?
અ) વેરાવળ બ) જૂનાગઢ ક) પોરબંદર ડ) દ્વારકા
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
અ ઇ
કંસ કુંતી પુત્ર
કચ શકુંતલાના પાલક પિતા
કણ્વ રાવણનો નાનો ભાઈ
કર્ણ દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર
કુંભકર્ણ કૃષ્ણના મામા
—
ગુજરાત મોરી મોરી રે
નોકરી કે કામ પરથી કાઢી મૂકવું – હકાલપટ્ટી કરવી કે બરતરફ કરવું અથવા રજા મેળવી કે વિદાય આપવી એ અર્થ દર્શાવતો શબ્દપ્રયોગ શોધી કાઢો.
અ) આંગળિયાત બ) બેઅદબી
ક) રુખસદ ડ) આચમની
—
માતૃભાષાની મહેક
ભક્તિ એટલે જ્ઞાનનાં પાંચ માંહેનું એક પર્વ. પર્વ પાંચ છે: સાંખ્ય, યોગ, વૈરાગ્ય, તપ અને ભક્તિ. ભક્તિના નવ પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય , સખ્ય અને આત્મનિવેદન. દયારામે ભક્તિના દસ પ્રકાર કહ્યા છે. નવ પ્રકાર સાથે પ્રેમલક્ષણા દશમો પ્રકાર છે. ભક્તિ જ આદિ છે, અંત છે. ભક્તિ જ માર્ગ છે અને ભક્તિ જ ધ્યેય છે. ધર્મ તથા જ્ઞાનના સ્તંભો ઉપર ભક્તિનો ભવ્ય ઘુંમટ રચાયેલો છે.
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નર નારી સૌ કોઈ ધરે, કાન પકડીને વાતો કરે,
પ્રેમે પ્રેમે ચુમીઓ કરે, પણ બેઉ ભેગા તો ન મળે.
અ) કમાડ બ) પોસ્ટકાર્ડ ક) ટેલિફોન ડ) હથેળી
—
ઈર્શાદ
સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને,
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
– નયન દેસાઈ
—
માઈન્ડ ગેમ
(૯૫ + ૧૮૫ – ૨૩૦) + (૨૫૦ + ૭૦ – ૧૯૦) = કેટલા થાય?
અ) ૯૫ બ) ૧૩૦
ક) ૧૮૦ ડ) ૨૧૦
—
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ઉર્વશી પુરુરવાની પત્ની
ઉલૂપી અર્જુનની પત્ની
ઉર્મિલા લક્ષ્મણની પત્ની
ઉત્તરા અભિમન્યુની પત્ની
ઉમા શિવજીના પત્ની
—
ગુજરાત મોરી મોરી રે
ઉચાળા ભરવા
—
ઓળખાણ પડી?
પ્રયાગરાજ
—
માઈન્ડ ગેમ
૪૬૫
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તિજોરી