‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
૧૯૮૫થી ૧૯૯૧ દરમિયાન સોવિયેત સંઘના અગ્રણી નેતાની ઓળખાણ પડી જેમણે સોવિયેત સંઘનું વિઘટન કર્યું અને ૧૫ સાર્વભૌમ રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા?
અ) બ્રેઝનેવ બ) ગોર્બાચોફ ક) યેલ્ટસિન ડ) કોસિગિન
——–
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ચકચૂર તકરાર, કજિયો
ચકમક તાબડતોબ
ચકોર વર્તુળાકાર
ચક્રાકાર નશામાં ગરક
ચટપટ ચપળ
———
ગુજરાત મોરી મોરી રે
ઘૂસણખોરી, અધિકાર વિના પ્રવેશ કરવો કે અડ્ડો જમાવવાનો અર્થ ધરાવતો શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો. બેદરકારીને કારણે રોગ ક્યારે શરીરમાં ——– કરી જાય, ખબર ન પડે.
(અ) હેરાનગતિ (બ) મુસીબત (ક) કમજોર (ડ) પગપેસારો
———
જાણવા જેવું
શંખનો અવાજ બહુ મોટો અને દૂર સુધી સંભળાય છે. અગાઉના વખતમાં લડાઈમાં શંખ વગાડવામાં આવતા અને દરેક સેનાપતિ જુદી જુદી જાતનો શંખ રાખતા. શ્રીકૃષ્ણના શંખનું નામ પાંચજન્ય, અર્જુનના શંખનું નામ દેવદત્ત, ભીમસેનના શંખનું નામ પૌંડ્ર અને યુધિષ્ઠિરના શંખનું નામ અનંતવિજય હતું. બંગાળમાં સગપણ, લગ્ન, સીમંત વગેરે માંગલિક પ્રસંગે શંખ વગાડાય છે ને તે વગાડવાનું મોટે ભાગે સ્ત્રીઓને જ ફાળે જાય છે.
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વૃક્ષ બચાવવા અને પર્યાવરણની જાળવણી
કરવા ૧૯૭૦ના દાયકામાં શરૂ થયેલા ‘ચિપકો આંદોલન’ની આગેવાની કયા ગાંધીવાદી નેતાએ લીધી હતી?
અ) ગુલઝારીલાલ નંદા
બ) ચરણસિંહ
ક) સુંદરલાલ બહુગુણા
ડ) જયપ્રકાશ નારાયણ
———-
નોંધી રાખો
અન્ય લોકોને શુભેચ્છાઓ આપવાનું નેક કાર્ય કરશો તો ઈશ્ર્વર પણ તમારા પર શુભેચ્છાઓનો વર્ષાવ કરશે એ વાત અનુભવે સમજાશે.
——–
માઈન્ડ ગેમ
દૂધમાં મેળવણ ઉમેરવાથી દહીં બને એ આપણે જાણીએ છીએ. આ દહીંમાં કયા એસિડની હાજરી હોય છે એ કહી શકશો?
અ) બોરિક એસિડ બ) નાઈટ્રિક એસિડ ક) લેક્ટિક એસિડ ડ) સાઈટ્રિક એસિડ
—–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
આંચ ઝાળ અથવા નુકસાન
આંગી મૂર્તિનાં શણગાર
આંટી ગાંઠ
આંચકી તાણનો રોગ
આંજણ કાજળ
——–
ગુજરાત મોરી મોરી રે
ડાગળી
——–
ઓળખાણ પડી?
ઓડિશા
——–
માઈન્ડ ગેમ
સ્પુટનિક
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સિક્કિમ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ભારતી બુચ (૫) શ્રદ્ધા આશર (૬) શિલ્પા શેઠ (૭) ગિરીશ શેઠ (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) મિસિસ. ભારતી કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજીતા ખોના (૧૨) મહેશ દોશી (૧૩) નિખિલ બંગાળી
(૧૪) અમીષી બંગાળી (૧૫) પુષ્પા પટેલ (૧૬) હરીશ સુતરીયા (૧૭) જ્યોતી ખાંડવાલા (૧૮) હર્ષા મહેતા (૧૯) મહેશ સંઘવી (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) ખુશરુ કાપડિયા (૨૫) ભાવના કર્વે
(૨૬) પ્રવીણ વોરા (૨૭) અંજુ ટોલીયા (૨૮) શિલ્પા શ્રોફ (૨૯) દિલીપ પરીખ (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) પુષ્પા ખોના (૩૩) મિલિંગ મનુભાઈ નનાસી (૩૪) રાજુ ભદ્રેશ પટેલ (૩૫) નિતીન જે. બજરીયા (૩૬) સુરેખા સુધીર દેસાઈ (૩૭) જ્યોતી ગાંધી (૩૮) હિના દલાલ (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ