ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે એ ચમત્કારિક શક્તિને કારણે ઇચ્છિત ફળ આપી શકતી આ ગાય માતાની ઓળખાણ પડી?
અ) ગાવડી બ) કામધેનુ ક) દેઉની
———-
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે મોથ કે મોથ્ય. નદીકિનારે તેમ જ પાણીવાળી દલ દલ જગ્યામાં ઊગતું ત્રણ ધારવાળું ઊંચું ઘાસ. ગાંઠવાળા એના સુગંધી મૂળ નાગરમોથ તરીકે ઓળખાય છે. માથામાં નાખવાના તેલમાં તેમ જ કેટલાક રોગોમાં ઔષધિ તરીકે પણ વપરાય છે. મોથ ખાંડવી આકરી હોવાથી ‘એમાં શી મોથ મારી? કયું મોટું પરાક્રમ કર્યું’ એ અર્થ છે.
———-
ઈર્શાદ
તમે મન મૂકીને વરસ્યા, અમે જનમજનમના તરસ્યા,
તમે મુશળધારે વરસ્યા, અમે જનમજનમના તરસ્યા.
– પ્રાર્થના
———
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી જોડી જમાવો
A                          B
વાતચીત         NOISE
ચર્ચા             MURMUR
શાંતિ            TALK
ગણગણાટ   DISCUSSION
———
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતનું કયું શહેર ‘ડાયમંડ સિટી’
તરીકે પ્રખ્યાત છે?
અ) અમદાવાદ બ) વડોદરા
ક) નવસારી ડ) સુરત
———
ચતુર આપો જવાબ ઉખાણું ઉકેલો
કાળો છે પણ કાગ નહીં, દરમાં પેસે પણ ઉંદર નહીં,
વૃક્ષ પર ચડે પણ વાનર નહીં, ચાર પગ પણ ઢોર નહીં.
અ) ઘોડો બ) ખિસકોલી ક) અળસિયું ડ) મંકોડો
———-
માઈન્ડ ગેમ
૧થી ૧૦૦ વચ્ચે ૯ અંક કુલ કેટલી વાર જોવા મળે?
અ) ૧૫ બ) ૨૦ ક) ૨૨
———
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
કાયમી         PERMANENT
કામચલાઉ   TEMPORARY
નોકરી          JOB
વ્યવસાય   BUSINESS
સેવા            SERVICE
———
ગુજરાત મોરી મોરી રે
અંકલેશ્ર્વર
——–
ઓળખાણ પડી?
પાંચજન્ય
——–
માઈન્ડ ગેમ
મેઘાલય
——–
ચતુર આપો જવાબ
અનાનસ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂળરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) પુષ્પા પટેલ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) શિલા શેઠ
(૯) ગિરિશ શેઠ(૧૦) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૧) મિસિસ. ભારતી કાટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) અરવિંદ સુતરીયા (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મહેશ દોશી (૨૧) તાહેર ઔરંગાબાદવાળા
(૨૨) શીરીન ઔરંગાબાદવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) કલ્પના આશર (૨૭) જાગૃત જાની (૨૮) બીના જે. જાની (૨૯) પાર્થ જે. જાની (૩૦) જયંતી પટેલ (૩૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૨) નિતિન જે. બજરીયા (૩૩) વિજય ગોરડિયા (૩૪) વીણા સંપટ (૩૫) ભાવના કર્વે (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) દિલીપ પરીખ (૪૪) પ્રવીણ વોરા (૪૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નૈશધ દેસાઈ (૪૭) રસિક જૂઠાણી ટોરન્ટો કેનેડા (૪૮) અરવિંદ કામદાર (૪૯) સુરેખા દેસાઈ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.