ફનવર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ પડી?
ડબલ્સ મેચોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અદ્ભુત સફળતા મેળવનાર ભારતીય ટેનિસખેલાડીની ઓળખાણ પડી?

અ) લિયાન્ડર પેસ બ) વિજય અમૃતરાજ
ક) રમેશ ક્રિષ્ણન ડ) પ્રેમજીત લાલ
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
સફેદ મુશ્કેલી
સવાર મુસાફરી
સફર શક્ય

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

સંકટ શ્ર્વેત
સંભવ પ્રાત:કાલ

ગુજરાત મોરી મોરી રે
‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
——————- પાગલ એકલો.
આ પ્રખ્યાત ગીતની પંક્તિના ખૂટતા શબ્દો જણાવો.

અ) તારી મસ્ત નજરનો બ) તારી અનોખી અદાનો ક) તારા મારકણા સ્મિતનો ડ) તારા રૂપની પૂનમનો

જાણવા જેવું
સૌથી મોટો બિનઝેરી સર્પ અજગર મુખ્યત્વે એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. અજગરની પાચનક્રિયા ઘણાં સપ્તાહ સુધી ચાલે છે અને તેણે બે વર્ષ ઉપવાસ કર્યા હોવાની નોંધ પણ છે. જીવશાસ્ત્રીના મત અનુસાર ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં યુગલ એકસાથે શીતસમાધિમાં રહી, ખોરાક લેવાનું બંધ કરી મૈથુન દ્વારા નર માદાને ગર્ભવતી બનાવે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કઈ ધાતુ વીજળીની વાહક હોવાથી ઈલેક્ટ્રિક કેબલ-વાયરિંગમાં બહોળો ઉપયોગ ધરાવે છે?
અ) ઝિંક બ) કોપર ક) સોડિયમ ડ) બ્રોન્ઝ

નોંધી રાખો
વ્યક્તિને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે.

માઈન્ડ ગેમ
લાકડું પાણીની સપાટી પર તરતું રહે છે, કારણ કે …
અ) એ વજનમાં ભારે હોય છે બ) એની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે ક) એ પાણી શોષી લે છે
—-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
પ્રયત્ન કોશિશ
પ્રમાદ આળસ
પ્રારંભ શરૂઆત
પ્રચંડ કદાવર, વિશાળ
પ્રચાર ફેલાવો

ગુજરાત મોરી મોરી રે
પન્નાલાલ પટેલ

ઓળખાણ પડી?
પોલો

માઈન્ડ ગેમ
અજય

ચતુર આપો જવાબ
મીઠું

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.