ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
અધ્યાપક EXPERIMENT
અવટંક ENTIRE
અકબંધ PROFESSOR
અખતરો SURNAME
અખિલ INTACT
———
ઓળખાણ પડી?
બરફમાંથી તૈયાર કરવામાં આવતું ઘર અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે જ્યાં શિયાળામાં કેનેડા અને ગ્રીનલેન્ડના એસ્કિમો નામથી જાણીતા રહેવાસી નિવાસ કરતા હોય છે?
અ) સ્લેજ બ) બંકર ક) કોન્ડો ડ) ઈગ્લુ
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એક ભાઈ ઉતરે ને તરત બીજો ભાઈ ચડે,
આગની ગરમી સહે પણ આનંદથી ફુલાય.
અ) દ્વિદળ બ) જોડકા ક) રોટલી ડ) તાવડી
———-
માતૃભાષાની મહેક
ઊઠાં શબ્દની વ્યુત્પત્તિ અનુસાર ચારમાં અડધું ઓછું એવો અર્થ છે. એના પરથી સાડાત્રણના ગુણાકારવાળા ઘડિયા ઊઠાંના પાડા તરીકે ઓળખાય છે. આ શબ્દ કહેવતમાં વિશિષ્ટ રીતે ગોઠવાઈ ગયો છે. ઊઠાં ગણાવવાં કે ભણાવવાં એટલે ખોટી વાત સમજાવવી, આડુંઅવળું સમજાવવું કે છેતરવું. બીજો પ્રયોગ છે ઊઠાં ગોખી જવાં કે ભણવાં એટલે નાસી જવું. ઊઠાં સુધી ભણવું મતલબ કે થોડું ભણવું અથવા તદ્દન અભણ.
———
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાંથી કરોડો રૂપિયાનું જીરું, ઘોડાજીરું, ઇસબગુલ, તુવેર અને વરિયાળી વેચાય છે? અહીંથી જીરાની નિકાસ સમગ્ર ભારતમાં થાય છે, જ્યારે ઇસબગુલ ભારતનાં રાજ્યો ઉપરાંત પરદેશમાં મુખ્યત્વે અમેરિકા અને યુ.કે.માં જાય છે.
અ) ઈડર બ) ઊંઝા ક) મહુવા ડ) બગસરા
———
ઈર્શાદ
મારી ટીકા કરો, નિંદા કરો, વખાણ કરો,
હજી હું જીવું છું એની જગતને જાણ કરો.
– ખલીલ ધનતેજવી
———
માઈન્ડ ગેમ
૧૭૨૦૦ રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવનો ૨૫૦૦ સ્કવેર ફૂટના ફ્લેટ પર ૫ ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને ૧ ટકો રજિસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી ફ્લેટ કેટલામાં પડ્યો?
અ) ૩,૬૫,૭૫૦૦૦ બ) ૪,૧૦,૨૫૦૦૦
ક) ૪,૫૫,૮૦,૦૦૦ ડ) ૫,૦૫,૧૫૦૦૦
———-
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ગગન SKY
ગજેન્દ્ર KING ELEPHANT
ગઢ FORTRESS
ગતાગમ UNDERSTANDING
ગણગણાટ MURMUR
———
ગુજરાત મોરી મોરી રે
કચ્છ
——–
ઓળખાણ પડી?
બિહાર
——–
માઈન્ડ ગેમ
૮૦૦૦૦
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સડક
———
——