ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે.
પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
અવકાશમાં નજરે પડતો કયો પદાર્થ જે ગુજરાતીમાં પૂંછડિયો તારો તરીકે પણ ઓળખાય છે?
અ) રાહુ બ) ધૂમકેતુ ક) બૃહસ્પતિ દ) આકાશગંગા
———
માતૃભાષાની મહેક
આકાશમાંથી વરસેલું પાણી અંતરિક્ષ જળ કયા સમયે વરસ્યું એને આધારે એના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે દિવાવૃષ્ટિ. દિવસ દરમિયાન વરસેલું પાણી દિવાવૃષ્ટિ તરીકે ઓળખાય છે. બીજો છે રાત્રિવૃષ્ટિ. એટલે કે રાતના સમયે વરસેલું પાણી. રાત ને દિવસ એકધારું હેલીની જેમ વરસતું પાણી દુર્દિનવૃષ્ટિ કહેવાય છે. ચોમાસામાં ગમે તે સમયે પડતો વરસાદ ક્ષણવૃષ્ટિ તરીકે સંબોધવામાં આવે છે.
———
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A                  B
HEAT        મારવું
HATE        ઈશારો, સંકેત
HASTE     ગરમી
HIT           ધિક્કારવું
HINT        ઉતાવળ
——
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય બાળગીતની ખાલી જગ્યા પૂરો.
મેં એક બિલાડી પાળી છે જે રંગે ——–
તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે.
અ) થોડી કાળી બ) ચંગે રમે છે
ક) બહુ રૂપાળી છે
——
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એની અછત ઝટ વરતાય, એના વગર સૌ પરસેવે નહાય,
એને પામવા વિકલ્પો શોધાય, એના વિના જરાય ન જિવાય.
અ) પાણી બ) હવા ક) ઋતુ ડ) ફુગ્ગો
———–
ઈર્શાદ
તારી જુલ્ફોમાં ટાંકી દઉં તારલા,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
– આદિલ મન્સૂરી
———–
માઈન્ડ ગેમ
થર્મોમીટરમાં વપરાતું પ્રવાહી કયા નામથી ઓળખાય છે?
અ) પાણી બ) પારો ક) ક્લોરોફિલ
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
LEAP     કૂદકો
LIP          હોઠ
LEAF    પાંદડું
LIVE      રહેવું
LEAVE  નીકળવું, રજા
———–
માઈન્ડ ગેમ
સેન્ટિગ્રેડ
———–
ચતુર આપો જવાબ
દરિયો
———-
ગુજરાત મોરી મોરી રે
ઢેલ પાણી ભરે છે
——–
ઓળખાણ પડી?
શનિ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.