‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———–
ઓળખાણ પડી?
હિન્દી ફિલ્મ સંગીતમાં અનેક વાર મીઠા સૂર રેલાવનાર આ વાદ્યની ઓળખાણ પડી?
અ) હાર્પ બ) મેન્ડોલીન ક) વાયોલિન ડ) પિયાનો
———-
માતૃભાષાની મહેક
ચોરઆંક એટલે માલ પર લખેલો મૂળ કિંમતનો સહેલાઈથી નજરે ન ચડે એવો આંકડો. ખરીદેલા માલની પડતર કિંમત જાણી શકાય એ રીતે સીધી નજરે ધ્યાનમાં ન આવે એવો આંકડો. આગળો એટલે કમાડ ખોલવા અને બંધ કરવા માટેનું સાધન જે ઉલાળિયો તરીકે પણ ઓળખાય છે. આ સાધન નાનું હોય તો આગળી તરીકે ઓળખાય છે. સહેલાઈથી નજરે ન ચડે એવી આગળી ચોરઆગળી કહેવાય છે.
———
ઈર્શાદ
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. – શૂન્ય પાલનપુરી
——–
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
સાચું,જમણું LIGHT
વજન FIGHT
લડત SIGHT
પ્રકાશ RIGHT
દૃષ્ટિ, દેખાવ WEIGHT
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
તડકો ટાળું વરસાદ ખાળું એવી છું હું બળવાન,
રાય અને રંક સહુ હેત રાખે એવું મારું છે માન.
અ) સ્વેટર બ) પંખો ક) છત્રી ડ) દીવાલ
——–
ગુજરાત મોરી મોરી રે
કવિ કલાપી – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ક્યાંના રાજવી હતા?
અ) ધોરાજી બ) લાઠી ક) અમલસાડ ડ) રાજકોટ
———-
માઈન્ડ ગેમ
૧થી ૯૦ સુધીની સંખ્યામાં ૮ કેટલી વાર આવે?
અ) ૧૫ બ) ૧૯ ક) ૨૫
———
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
દેશ COUNTRY
નગર TOWN
ખંડ CONTINENT
શહેર CITY
ગામડું VILLAGE
——-
ગુજરાત મોરી મોરી રે
બારડોલી
——-
ઓળખાણ પડી?
સારંગી
——–
માઈન્ડ ગેમ
૧૦૦
——-
ચતુર આપો જવાબ
ચૂલો
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મીનળ કાપડિયા (૨) પુષ્પા પટેલ (૩) લજીતા ખોના (૪) મહેન્દ્ર લોઢાવિયા (૫) રંજન લોઢાવિયા (૬) જ્યોતિ ખાંડવાલા (૭) મનીષા શેઠ (૮) ફાલ્ગુની શેઠ (૯) જ્યોત્સના ગાંધી (૧૦) રમેશ દલાલ (૧૧) હિના દલાલ (૧૨) ઈનાક્ષી દલાલ (૧૩) ભાવના કર્વે (૧૪) સુભાષ મોમાયા (૧૫) જયવંત પદમશી ચિખલ (૧૬) હિતેશ એચ. સોતા (૧૭) અંજુ ટોલિયા (૧૮) પ્રવીણ વોરા (૧૯) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૨૦) વિજય ગરોડિયા (૨૧) સુરેખા સુધીર દેસાઈ (૨૨) દિલીપ પરીખ (૨૩) મહેશ દોશી (૨૪) નિતિન જે. બજરીયા (૨૫) અરવિંદ કામદાર (૨૬) જાગૃત કે. જાની (૨૭) બીના જે. જાની (૨૮) પાર્થ જે. જાની (૨૯) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૦) મૂલરાજ કપૂર (૩૧) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૩૨) શ્રદ્ધા આશર (૩૩) નિખિલ બંગાળી (૩૪) અમીષી બંગાળી (૩૫) વિભા મહેશ્ર્વરી (૩૬) ભારતી બુચ (૩૭) માલતી હરીશ ધરમસી (૩૮) રજનીકાંત પટવા (૩૯) સુનીતા પટવા (૪૦) તાહેર ઔરંગાબાદવાળા (૪૧) શીરીન ઔરંગાબાદવાળા