ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———–
ઓળખાણ પડી?
અબ્રામા ગામ નજીક આવેલું તડકેશ્ર્વર મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
અ) ભાવનગર બ) પંચમહાલ ક) વલસાડ ડ) સાબરકાંઠા
——–
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કલ્પના MIND
કૃત્રિમ THOUGHT
વિચાર IMAGINATION
મગજ REALITY
વાસ્તવિકતા ARTIFICIAL
———
ગુજરાત મોરી મોરી રે
ચૈત્રી પૂનમનો મેળો અને બહુચરાજી માતાના મંદિર માટે જાણીતું બહુચરાજી અથવા બેચરાજી કયા જિલ્લામાં છે?
અ) મહેસાણા બ) ડાંગ ક) સુરત ડ) અમરેલી
———
માતૃભાષાની મહેક
ગરજે ગધેડાને બાપ કહેવો પડે એટલે જરૂરિયાત હોય કે ગરજ હોય ત્યારે ગમ્મે એવું વર્તન કરવાની તૈયારી રાખવી પડે. આને મળતી કહેવત છે કે ગરજે ગધેડાને માટી કરવો પડે. અલબત્ત, અહીં માટીનો પ્રચલિત અર્થ નથી, પણ માટી એટલે ધણી કે પતિ એવો છે. ગરજ ભલભલાને લાચાર બનાવી દે છે એ દર્શાવતી કહેવત છે ‘ગરજ બિચારી બાપડી, ખાય શીરો ને પાપડી ને કદી ન થાય આપણી.’
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊંચા ઊંચા ઉકરાજી ને લાંબી જેની ડોક,
અઢારે અંગ વાંકાં જેનાં, વાંકું કહે સહુ લોક.
અ) જિરાફ બ) ઊંટ ક) અજગર ડ) હાથી
——-
ઈર્શાદ
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
– જલન માતરી
——–
માઈન્ડ ગેમ
જયદ્રથ સાથે લગ્ન કરનાર દુર્યોધનની બહેનનું નામ જણાવો.
અ) વીરબાળા બ) દુ:શાલા ક) ઉત્તરા ડ) શૂર્પણખા
———
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
સ્થિર STEADY
આળસુ LAZY
આરામ REST
અંતર DISTANCE
હલનચલન MOVEMENT
———
ગુજરાત મોરી મોરી રે
મોરબી
———
ઓળખાણ પડી?
ગાંધીનગર
——–
માઈન્ડ ગેમ
૧૦૦ ડિગ્રી
——–
ચતુર આપો જવાબ
સૂરજ
—–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મીનળ કાપડિયા (૨) પુષ્પા પટેલ (૩) લજીતા ખોના (૪) મહેન્દ્ર લોઢાવિયા (૫) રંજન લોઢાવિયા (૬) જ્યોતિ ખાંડવાલા (૭) મનીષા શેઠ (૮) ફાલ્ગુની શેઠ (૯) જ્યોત્સના ગાંધી (૧૦) રમેશ દલાલ (૧૧) હિના દલાલ (૧૨) ઈનાક્ષી દલાલ (૧૩) ભાવના કર્વે (૧૪) સુભાષ મોમાયા (૧૫) જયવંત પદમશી ચિખલ (૧૬) હિતેશ એચ. સોતા (૧૭) અંજુ ટોલિયા (૧૮) પ્રવીણ વોરા (૧૯) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૨૦) વિજય ગરોડિયા (૨૧) સુરેખા સુધીર દેસાઈ (૨૨) દિલીપ પરીખ (૨૩) મહેશ દોશી (૨૪) નિતિન જે. બજરીયા (૨૫) અરવિંદ કામદાર (૨૬) જાગૃત કે. જાની (૨૭) બીના જે. જાની (૨૮) પાર્થ જે. જાની (૨૯) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૦) મૂલરાજ કપૂર (૩૧) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૩૨) શ્રદ્ધા આશર (૩૩) નિખિલ બંગાળી (૩૪) અમીષી બંગાળી (૩૫) વિભા મહેશ્ર્વરી (૩૬) ભારતી બુચ (૩૭) માલતી હરીશ ધરમસી (૩૮) રજનીકાંત પટવા (૩૯) સુનીતા પટવા (૪૦) તાહેર ઔરંગાબાદવાળા (૪૧) શીરીન ઔરંગાબાદવાળા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.