‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ [email protected] પર મોકલવાના રહેશે.
———–
ઓળખાણ પડી?
બ્રિટિશ રાજવી પરિવારની અત્યંત ચર્ચાસ્પદ સૌંદર્યવતી મહિલાની ઓળખાણ પડી? ૩૬ વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં એનું અવસાન થયું હતું.
અ) માર્ગારેટ બ) કેથરીન ક) ડાયેના ડ) એલિસ
————
જાણવા જેવું
ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત ૯૦ વર્ષ પહેલાં કરી હતી. ૨૫ જૂન, ૧૯૩૨ના દિવસે ઈંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમાં રમાયેલી એ ટેસ્ટમાં સી. કે. નાયડુ ભારતીય ટીમના અને ડગ્લસ જાર્ડિન ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન હતા. ત્રણ દિવસ રમાયેલી આ ટેસ્ટમાં ભારતીય ટીમનો ૧૫૮ રનથી પરાજય થયો હતો. જોકે, આપણા ફાસ્ટ બોલર મોહમ્મદ નિસારે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી પ્રભાવ પાડ્યો હતો.
———
નોંધી રાખો
ભૂલ થઈ જાય એના કરતાં થયેલી
ભૂલ સુધારવામાં ન આવે એ વધુ ખરાબ છે.
———
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
पंतोजी પગલું
पाधरूण સફેદ
पांढरा વરસાદ
पाऊल પછેડી, ઓછાડ
पाऊस મહેતાજી
———
ગુજરાત મોરી મોરી રે
આપેલા વિકલ્પોમાંથી ક્યા શબ્દનો અર્થ બીકણ, ડરપોક કે ભયભીત પણ થાય છે એ શોધી કાઢો.
અ) બીડું બ) ભીરુ ક) ખીરું ડ) ભૈલું
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલી ધાતુ શોધી કાઢો
જતી વખતે ધ્યાન રાખજો, પહેલો ખંડ પસાર કરવો આસાન નથી.
———-
માઈન્ડ ગેમ
અત્યારે ઈસવીસન ૨૦૨૨ ચાલે છે પણ તાજેતરમાં વિક્રમ સંવતના કયા વર્ષની શરૂઆત થઈ છે એનો ખ્યાલ હોય તો જણાવો.
અ) ૨૦૭૮ બ) ૨૦૭૯ ક) ૨૦૬૬ ડ) ૨૦૨૨
———–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
लकाकी ચમક, ઝગમગાટ
लक्तर ચીંથરું
लस રસી
लवकर જલદી
लांडगा વરૂ
———-
ગુજરાત મોરી મોરી રે
તવંગર
———
ઓળખાણ પડી?
માર્ટિના નવરાતિલોવા
——–
માઈન્ડ ગેમ
હોય જ નહીં, કારણ કે દિવાળી અમાસને દિવસે હોય.
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ચકલી
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) શ્રદ્ધા આશર (૫) વિભા મહેશ્ર્વરી (૬) ભારતી બૂચ (૭) નિખીલ બંગાળી (૮) અમીષી બંગાળી (૯) પુષ્પા પટેલ (૧૦) લજીતા ખોના (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) મીનળ કાપડિયા (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) શીરીન ઔરંગાબાદવાલા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) હર્ષા મહેતા (૧૮) ભાવના કર્વે (૧૯) હરીશ જી. સુતરીયા (૨૦) સુભાષ મોમયા (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) રાજુલ પટેલ (૨૪) મહેશ દોશી (૨૫) શિલ્પા શ્રોફ (૨૬) નિતિન બજરીયા (૨૭) દિલીપ પરીખ (૨૮) પ્રવીણ વોરા (૨૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૦) નયના ગિરીશ મિસ્ત્રી (૩૧) પુષ્પા ખોના (૩૨) સુરેખા દેસાઈ (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) હીના દલાલ (૩૫) રમેશ દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) ડૉ. પ્રકાશ કટકિયા (૩૮) મિસીસ ભારતી કટકિયા (૩૯) મહેશ સંઘવી (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) સ્નેહલબેન કોઠારી.