ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રીને ઓળખ્યા? જગતને શૂન્યની ભેટ તેમણે આપી હતી.
અ) શામળ ભટ્ટ
બ) આર્ય ભટ્ટ
ક) ચરક
———
જાણવા જેવું
શિકારી પક્ષીઓની એક લાક્ષણિકતા એ છે કે તે માળા એવી રીતે બાંધે છે કે એકબીજાની નજરે ન ચડે. ઘણા શિકારી પક્ષીઓ તો માળા બાંધતા જ નથી, પણ વૃક્ષના થડની બખોલમાં અથવા પહાડની ભેખડ વચ્ચે ઈંડાં મૂકવાં પસંદ કરે છે. આ પક્ષીઓની દૃષ્ટિ શક્તિશાળી હોવાથી ઊંચાઈ પરથી પાણીની અંદરની માછલીનો શિકાર કરી
શકે છે.
———
નોંધી રાખો
ડાળીને પાંદડાંનો ભાર નથી લાગતો, કારણ કે ભાવ હોય ત્યાં ભાર ન હોય.
————
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A                   B
ઘર              નુકસાન
ઘરવખરી    મકાન માલિક
ઘરધણી       આવાસ
ઘસારો        ધમાચકડી
ઘમસાણ     રાચરચીલું
——–
ગુજરાત મોરી મોરી રે
તાલ દેવા માટે તાંબાની મોટા પેટવાળી ગાગર સાથે રાખી, તાલ દઈ કથા કરનાર વ્યાસ કયા નામથી ઓળખાતા હતા?
અ) કીર્તનકાર બ) માણભટ્ટ
ક) વ્યાસજી ડ) આચાર્ય
———
ચતુર આપો જવાબ ઉખાણું ઉકેલો
માતા-પિતાને પાંચ દીકરા છે. દરેક દીકરાને એક બહેન છે તો પરિવારના સભ્યોની સંખ્યા જણાવો.
અ) ૧૨ બ) ૮ ક) ૧૦ ડ) ૭
———–
માઈન્ડ ગેમ
પિતા પુત્ર કરતાં ૨૪ વર્ષ ઉંમરમાં મોટા છે. બે વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી થઈ જશે તો પુત્રની હાલની ઉંમર જણાવો.
અ) ૧૮ વર્ષ બ) ૨૦ વર્ષ ક) ૨૨ વર્ષ
———
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
ગરક ખૂંપી ગયેલું, મગ્ન
ગરમ ધગધગતું
ગરજ જરૂરિયાત
ગરજવું તાડૂકવું
ગિરદી ભીડ
——–
ગુજરાત મોરી મોરી રે
જૂનાગઢ
———
ઓળખાણ પડી?
બિલ ગેટ્સ
———
માઈન્ડ ગેમ
૧૨
——–
ચતુર આપો જવાબ
સસરા – પુત્રવધૂ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન..
(૧) નીતા દેસાઈ (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂળરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) પુષ્પા પટેલ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) શિલા શેઠ (૯) ગિરિશ શેઠ (૧૦) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૧) મિસિસ. ભારતી કાટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) અરવિંદ સુતરીયા (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મહેશ દોશી (૨૧) તાહેર ઔરંગાબાદવાળા (૨૨) શીરીન ઔરંગાબાદવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) કલ્પના આશર (૨૭) જાગૃત જાની (૨૮) બીના જે. જાની (૨૯) પાર્થ જે. જાની (૩૦) જયંતી પટેલ (૩૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૨) નિતિન જે. બજરીયા (૩૩) વિજય ગોરડિયા (૩૪) વીણા સંપટ (૩૫) ભાવના કર્વે (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) દિલીપ પરીખ (૪૪) પ્રવીણ વોરા (૪૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નૈશધ દેસાઈ (૪૭)રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૮) રેખા આશિષ મચ્છર (૪૯) અરવિંદ કામદાર

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.