‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
————
ઓળખાણ પડી?
મહાન તત્ત્વજ્ઞાની સ્વામી વિવેકાનંદે જેની સ્થાપના કરી હતી એ રામકૃષ્ણ મિશનનું હેડક્વાર્ટર બેલુર મઠ કયા રાજ્યમાં છે એ જાણો છો?
અ) કર્ણાટક બ) ઓડિશા ક) પશ્ર્ચિમ બંગાળ ડ) મહારાષ્ટ્ર
————
જાણવા જેવું
ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કના વિસ્તાર પર દાવો કરનાર પેલેસ્ટાઈન સાર્વભૌમ વિસ્તાર છે અને જેરૂસલેમ એની પણ રાજધાની છે. પેલેસ્ટાઈનમાં આવેલા અને માત્ર વીસ હજારની વસતી ધરાવતા જેરીચો નામના નાનકડા શહેરની ગણના વિશ્ર્વના સૌથી પ્રાચીન શહેર તરીકે થાય છે. પુરાતત્વ વિભાગ પાસે રહેલા કેટલાક પુરાવાઓને આધારે આ શહેર અગિયાર હજાર વર્ષથી વધુ જૂનું માનવામાં આવે છે.
————
નોંધી રાખો
વ્યક્તિને સમજવા માટે કાયમ ભાષાની જરૂર નથી પડતી. ક્યારેક એનું વર્તન જ એની ઓળખ આપવા પૂરતું હોય છે.
———
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A B
વિષ ઝઘડો
વિકટ વિનાનું, વગરનું
વિત્ત મુશ્કેલ
વંચિત ઝેર
વિખવાદ ધન, દ્રવ્ય
———
ગુજરાત મોરી મોરી રે
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં —————–
અ) ભંડાર રે લોલ બ) પરિવાર રે લોલ
ક) ખોરડાં રે લોલ ડ) સગપણ રે લોલ
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વિકલ્પોમાંથી કયા દેશનો વિસ્તાર એશિયા તેમજ આફ્રિકા એમ બે ખંડમાં વિભાજિત એ કહી શકશો?
અ) ઈન્ડોનેશિયા
બ) ઈજિપ્ત
ક) ઈથિયોપિયા
ડ) સુદાન
———–
માઈન્ડ ગેમ- અંગ્રેજી શબ્દ છે
આપેલા વિકલ્પમાંથી કઈ રાસાયણિક ફોર્મ્યુલા મીઠું – સબરસનો નિર્દેશ કરે છે એ જણાવો.
અ) HNO3 બ) CuSO4
ક) KCl ડ) NACl
———–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
પરાગ પુષ્પરજ
પંકજ કમળ
પવન સમીર
પહેલ પ્રારંભ
પરસાળ ઓસરી
———
ગુજરાત મોરી મોરી રે
મોરબી
———
ઓળખાણ પડી?
કેરળ
———
માઈન્ડ ગેમ
૨૧૨ ડિગ્રી
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આર્કિમીડીઝ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨)સુભાષ મોમયા (૩) શ્રદ્ધા આશર (૪) તાહેર ઔરંગાબાદવાળા (૫) ભારતી બુચ (૬) લજીતા ખોના (૭) નીતિન જે. બજરીયા (૮) જ્યોતિ ખાંડવાલા (૯) પુષ્પા પટેલ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) પ્રવીણ વોરા (૧૩) ખુશ્રુ કાપડિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) હર્ષા મહેતા (૧૭) કલ્પના આશર (૧૮) દિના વિકમસી (૧૯) ભાવના કર્વે (૨૦) મહેશ દોશી (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) અરવિંદ કામદાર (૨૪) જ્યોત્સના ગાંધી (૨૫) હિના દલાલ (૨૬) રમેશ દલાલ (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) દિલીપ પરીખ (૨૯) વિજય ગરોડિયા (૩૦) અંજુ ટોલિયા (૩૧) પુષ્પા ખોના (૩૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૩) જયવંત પદમશી ચિખલ (૩૪) મહેશ સંઘવી (૩૫) સુરેખા સુધીર દેસાઈ (૩૬) નયના ગિરિશ મિસ્ત્રી (૩૭) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી