‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
દેશ VILLAGE
નગર CITY
ખંડ COUNTRY
શહેર CONTINENT
ગામડું TOWN
—————–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બળતા પેટમાં નીકળ્યા કરે ધુમાડાના ઢગ,
છાણાં, લાકડાં, કોલસા ખાઈ, ખવરાવે ધાન.
—————
અ) કોથળો બ) આગગાડી ક) પોદળો ડ) ચૂલો
————-
ગુજરાત મોરી મોરી રે
વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ કયા ઠેકાણે થયો હતો?
અ) સિહોર બ) બારડોલી ક) આણંદ ડ) ઉપલેટા
————-
માઈન્ડ ગેમ
બે અંકની સૌથી નાની સંખ્યામાં એના નવ ગણા ઉમેરવાથી શું જવાબ મળે?
અ) ૫૦ બ) ૧૦૦ ક) ૧૨૫
———–
ઓળખાણ પડી?
પંજાબી અને રાજસ્થાની લોકસંગીતમાં સૂર રેલાવતા આ તંતુવાદ્યની ઓળખાણ પડી?
અ) તાનપૂરો બ) સારંગી ક) જલતરંગ ડ) વાયોલિન
—————–
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે પ્રકાશવર્ષ. પ્રકાશ અને વર્ષના યુગ્મથી બનેલા આ શબ્દનો અર્થ છે શૂન્યાવકાશમાં પ્રકાશ દ્વારા એક વર્ષમાં (૩૬૫.૨૫ દિવસ) કાપવામાં આવેલું અંતર. અવકાશમાં રહેલા તારાનું પૃથ્વી સુધીનું અંતર દર્શાવવા પ્રકાશવર્ષનો ઉપયોગ થાય છે. આ અંતરનું મૂલ્ય ૯.૪૬ ટ્રિલિયન કિલોમીટર (૯૪૬ પછી ૧૦ મીંડાં) છે.
————–
ઈર્શાદ
સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.
– હરીશ ઠક્કર
————
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ઘોડો HORSE
ઘોડી MARE
શિયાળ FOX
માદા શિયાળ VIXEN
બગલો CRANE
ગુજરાત મોરી મોરી રે
ભાવનગર
—————
ઓળખાણ પડી?
શેખ મુજીબુર રહેમાન
માઈન્ડ ગેમ
જલતરંગ
———
ચતુર આપો જવાબ
બગલો
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા
(૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ
(૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની
(૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) શ્રદ્ધા આશર (૨૫) મૂલરાજ કપૂર (૨૬) મીનળ કાપડિયા (૨૭) માલતી ધરમસી (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) સુભાષ મોમાયા
(૩૦) સુરેખા સુધીર દેસાઈ (૩૧) ભાવના કર્વે (૩૨) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) રમેશ દલાલ (૩૫) હિના દલાલ
(૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) શીરીન ઔરંગાબાદવાળા (૩૮) તાહેર ઔરંગેાબાદવાળા