Homeલાડકીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ [email protected] પર મોકલવાના રહેશે.
———–
ઓળખાણ પડી?
ટેનિસની રમતમાં સિંગલ્સના ૧૮ ટાઈટલ સાથે કુલ ૫૯ ટાઈટલ જીતનાર ભૂતપૂર્વ ચેક – અમેરિકન મહાન ટેનિસ ખેલાડીની ઓળખાણ પડી?
અ) ક્રિસ એવર્ટ બ) બિલી જિન કિંગ
ક) સ્ટેફી ગ્રાફ ડ) માર્ટિના નવરાતિલોવા
————
જાણવા જેવું
પહોળા ચપટા શરીરની મોટી ઘો પાટલા ઘો તરીકે ઓળખાય છે. ઘો બે જાતની હોય છે. એક પાટલા ઘો અને બીજી ચંદન ઘો અથવા ઊડણ ઘો કહેવાય છે. પાટલા ઘો એવી કે જ્યાં ચડાવીએ ત્યાં ચડે અને એવી ચોંટે કે ખેંચી ખેંચીને હાથ દુખે, પણ એ ન ઊખડે, ન ખસે. સિંહગઢ ઉપરના હુમલા વખતે મરાઠી સરદાર તાનાજીએ તે ઘો ગઢ ઉપર ફેંકી હતી અને તેને બાંધેલું દોરડું ઝાલી પાંચસો સિપાઈઓ ગઢ ઉપર ચડી ગયા હતા.
———-
નોંધી રાખો
ઘણા લોકો આપણને જાણતા – ઓળખતા હોય છે, પણ એમાં સમજવાવાળાની સંખ્યા મોટેભાગે બહુ નજીવી હોય છે.
———–
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A                 B
लकाकी         વરુ
लक्तर           જલદી
लस          ઝગમગાટ
लवकर       ચીંથરું
लांडगा         રસી
———-
ગુજરાત મોરી મોરી રે
આપેલા વિકલ્પોમાંથી કયા શબ્દનો અર્થ શ્રીમંત, માલદાર કે ધનવાન પણ થાય છે એ શોધી કાઢો.
અ) બખડજંતર બ) પૈસાન્તર
ક) નિર્ધન ડ) તવંગર
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું પક્ષી શોધી કાઢો
ગુજરાતીમાં મચક લીધી નહીં એની બદલે મચક આપી નહીં
એ યોગ્ય ભાષાપ્રયોગ છે.
———-
માઈન્ડ ગેમ
આસો મહિનામાં આવતી દિવાળીની રાત્રે ચંદ્ર કઈ દિશામાં હોય એ મગજ બરાબર કસીને જણાવો.
અ) ઉત્તર બ) ઈશાન ક) પશ્ર્ચિમ ડ) હોય જ નહીં
———–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
सावट     છાંયો
सावत्र     સાવકું
सांगता   સમાપ્તિ
सांगणे    કહેવું
सामोरा    સન્મુખ
———–
ગુજરાત મોરી મોરી રે
રંક
———
ઓળખાણ પડી?
હિમા દાસ
———-
માઈન્ડ ગેમ
ઉત્તર
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એશિયા
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) શ્રદ્ધા આશર (૩) નિખિલ બંગાળી (૪) અમીષી બંગાળી (૫) લજીતા ખોના (૬) હર્ષા મહેતા (૭) ભારતી બુચ (૮) ખુશ્રુ કાપડિયા (૯) મનીષા શેઠ (૧૦) ફાલ્ગુની શેઠ (૧૧) પુષ્પા પટેલ (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) મહેશ સંઘવી (૧૪) કલ્પના આશર (૧૫) દિલીપ પરીખ (૧૬) ભાવના કર્વે (૧૭) પ્રવીણ વોરા (૧૮) મહેશ દોશી (૧૯) ગિરિશ બાબુભાઈ મિી (૨૦) વિજય ગરોડિયા (૨૧) નયના ગિરિશ મિી (૨૨) નિતિન જે. બજરીયા (૨૩) શિલ્પા શ્રોફ (૨૪) તાહેર ઔરંગાબાદવાલા (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) જ્યોત્સના ગાંધી (૨૭) ઈનાક્ષી દલાલ (૨૮) હિના દલાલ (૨૯) રમેશ દલાલ (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા

RELATED ARTICLES

Most Popular