‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———–
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
दगड મૃત્યુ થવું
दगावणे પથ્થર
दचका મજબૂત, બળકટ
दडपण દબાવ
दणकट મજબૂત, બળકટ
————
ઓળખાણ પડી?
હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં અગ્રેસર મનાતા આ તંતુવાદ્યની ઓળખાણ પડી? અલી અકબર ખાં સાહેબ અને અમજદ અલી ખાં સાહેબે એને વધુ લોકપ્રિય બનાવ્યું.
અ) બુલબુલ તરંગ બ) યુકેલેલે ક) સારંગી ડ) સરોદ
———–
ગુજરાત મોરી મોરી રે
મજેદાર અને મીઠાશથી ભરપૂર એવા આ ગીતની પંક્તિ યાદશક્તિને ઢંઢોળી પૂરી કરી શકશો?
લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી, મારા બેની ————- લીલા લહેર છે.
અ) પિયરમાં બ) મોસાળે ક) મહેલમાં ડ) સાસરિયે
———–
જાણવા જેવું
અકાલી દળ (સંપ્રદાય)ની સ્થાપના ગુરુદ્વારાઓનો વહીવટ શીખ સમાજને હસ્તક મેળવવા માટે ૧૯૨૦ના ડિસેમ્બરમાં થઈ હતી. ભારતનો સૌથી જૂનો પ્રાદેશિક પક્ષ. ઈશ્ર્વરની આરાધના એટલે અકાલપુરુષને યાદ કરવા, તે ઉપરથી આ સંપ્રદાયનું નામ અકાલી પડ્યું. ગુરુ નાનક દેવના જણાવ્યા મુજબ શીખ લોકો અકાલપુરુષનો જપ કરે છે. ગુરુ નાનકના વિચારો પ્રમાણે આત્મા અમર છે, મૃત્યુ મિથ્યા છે અને સુખદુ:ખ ભાવ આધીન, કાલ્પનિક છે.
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં સિંહનો પર્યાયવાચી શબ્દ સંતાઈને બેઠો છે એને શોધી કાઢો.
બહારગામ જતી વખતે ખીસા વજનદાર રાખવા જોઈએ એ તો તમે જાણતા જ હશો.
————
નોંધી રાખો
બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો અફસોસ નથી કરતી અને ભવિષ્યની ચિંતા પણ તેને નથી સતાવતી, કારણ કે એ કાયમ વર્તમાનકાળને નજર સામે રાખી આગળ વધવામાં માને છે.
————
માઈન્ડ ગેમ
સેન્ટિગ્રેડ અને ફેરનહાઈટ એ તાપમાનના બે અલગ અલગ એકમ છે. જો ૧૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે ૨૧૨ ડિગ્રી ફેરનહાઈટ થાય તો ૧૦૪ ડિગ્રી ફેરનહાઈટના સેન્ટીગ્રેડ કેટલા?
અ) ૩૬ ડિગ્રી બ) ૩૮ ડિગ્રી ક) ૪૦ ડિગ્રી ડ) ૪૨ ડિગ્રી
————
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
बेरीजસરવાળો
वजाबाकी બાદબાકી
उर्वरित બાકીનું
अवघड મુશ્કેલ
सोपा સહેલું
————
ગુજરાત મોરી મોરી રે
વર્ષા અડાલજા
———–
ઓળખાણ પડી?
યુકે
————-
માઈન્ડ ગેમ
૮૦ ટકા
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હેવાન
————-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મૂલરાજ કપૂર (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી કટકિયા (૭) લજિતા ખોના (૮) ખુશરૂ કાપડિયા (૯) જ્યોતિ ખાંડવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) પુષ્પા પટેલ (૧૨) મનીષા શેઠ (૧૩) મીનળ કાપડિયા (૧૩) મહેશ સંઘવી (૧૪) કલ્પના આશર (૧૫) મહેશ દોશી (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) હરીશ સુતરીયા (૧૯) હર્ષા મહેતા (૨૦) અંજુ ટોલિયા (૨૧) ભાવના કર્વે (૨૨) નંદકિશોર સંજાણવાલા (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) સુભાષ મોમાયા (૨૬) શિલ્પા શ્રોફ (૨૭) દિલીપ પરીખ (૨૮) નિતીન બજરિયા (૨૯) વિજય ગરોડિયા (૩૦) ભારતી બુચ (૩૧) ગિરીશ મિસ્ત્રી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) પ્રવીણ વોરા (૩૫) નયના મિસ્ત્રી (૩૬) અરવિંદ કામદાર (૩૭) તાહેર ઔરંગાબાદવાલા (૩૮) શીરીન ઔરંગાબાદવાલા (૩૯) અબદુલ્લા મુનીમ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) જ્યોતિ ખાંડવાલા (૪૫) નિખિલ બંગાળી (૪૬) અમીષી બંગાળી (૪૭) સુરેખા દેસાઈ (૪૮) મિલિંદ નાનસી