ઓળખાણ પડી?
રેકેટથી રમાતી અને ટેનિસમાંથી ઉતરી આવેલી ટેબલ ટેનિસની આ રમત અન્ય કયા નામે પણ ઓળખાય છે એની ઓળખાણ પડી? ૧૯૮૮થી ઓલિમ્પિક્સમાં પણ રમાય છે.
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
સાબુદાણા SESAME SEED
રવો જઅઋઋછઘગ
જુવાર SAFFRON
કેસર SAGO
તલ SEMOLINA
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ગરમી આપું પણ કપાસ નહીં, કપડાં બને પણ કપાસ નહીં,
હું તમને ગમી જઈશ કે નહીં, કહો મને ઓળખશો કે નહીં.
અ) રેશમ બ) દેવતા ક) ઊન ડ) વરાળ
—
માતૃભાષાની મહેકજીવની ચાર સ્થિતિ મનાય છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીયા. માણસની ઉંમરના છ ભેદ: શિશુ, કૌમાર, પૌગંડ, કિશોર, યૌવન અને જરા. પુરાણ પ્રમાણે મનુષ્ય જીવનની આઠ સ્થિતિ છે: કૌમાર, પૌગંડ, કિશોર, યૌવન, બાલ, તારુણ્ય, વૃદ્ધ અને વર્ષીયાન્. વૈદક પ્રમાણે માણસની જિંદગીના ચાર ભાગ: બાલ્ય, કૌમાર, યૌવન અને વૃદ્ધત્વ. નિરુકતમાં છ જાતની અવસ્થા છે: જન્મ, સ્થિતિ, વર્ધન, વિપરિણમન, અપક્ષય અને નાશ.
—
ગુજરાત મોરી મોરી રે
જંગલમાં વસતા વિવિધ પ્રાણીઓ વિવિધ ખોરાક લેવા માટે જાણીતા છે. પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી કયા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) પાલાહારી બ) તૃણાહારી ક) આમન્યાહારી ડ) ફળાહારી
—
ઈર્શાદ
ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે,
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધા ખપે.
– ચુનીલાલ મડિયા
—
માઈન્ડ ગેમ
ભારત બહાર કેટલાક દેશમાં વિઝા મેળવ્યા વિના પ્રવેશ કરી શકાય છે. આપેલા વિકલ્પમાંથી કયા દેશમાં વિઝા વિના જઈ શકાય છે એ જણાવો.
—
અ) અફઘાનિસ્તાન બ) નેપાળ
ક) બાંગ્લાદેશ ડ) શ્રીલંકા
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કમળો JAUNDICE
તાવ FEVER
દંત રોગ PYORRHOEA
કૃમિ INTESTINAL WORM
વાઈ HYSTERIA
ગુજરાત મોરી મોરી રે
આમલી
ઓળખાણ પડી?
ફેન્સિંગ
માઈન્ડ ગેમ
લિયાન્ડર પેસ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કરોળિયો