Homeધર્મતેજફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
જોડી જમાવો
A          B
Oath  ફાનસ
Prayer ધાર્મિક
Pious શપથ
Lantern ધજાપતાકા
Bunting પ્રાર્થના
————–
ઓળખાણ પડી?
તસવીરમાં નજરે પડતું વિશ્ર્વ વિખ્યાત ચિહ્ન ક્યાં રમતોત્સવનું પ્રતિનિધિત્વ કરે છે એ ખેલકૂદના જ્ઞાનનો ઉપયોગ કરી જણાવો.
અ) કોમનવેલ્થ ગેમ્સ, બ) રિંગ ગેમ્સ, ક) સ્વિમિંગ ગેમ્સ
ડ) ઓલિમ્પિક ગેમ્સ
————
ગુજરાત મોરી મોરી રે
વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનાર અને એક
સમયે આંતરરાષ્ટ્રીય બંદરની ગરજ સારનાર
ધોળાવીરા ગામ ગુજરાતના કયા જિલ્લામાં છે એ જણાવો.
અ) સુરેન્દ્રનગર બ) પંચમહાલ ક) કચ્છ ડ) બનાસકાંઠા
————–
માતૃભાષાની મહેક
દાન એટલે ધર્મ બુદ્ધિથી પુણ્યાર્થે કે દયા ભાવથી આપેલી વસ્તુ. દાનના સામાન્ય પ્રકાર આ પ્રમાણે છે: જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચાર દાન, કીર્તિ દાન, ધર્મ દાન, અહિંસા દાન, ઉપદેશ દાન, ધનદાન, ભૂમિ દાન, મંદિર દાન, પ્રાણ દાન, વિવાહ દાન અને અભય દાન. સ્મૃતિઓમાં દાનના સંબંધમાં અનેક બાબતોનો વિચાર કરેલો છે. જોકે, સૌથી વધારે જોર તો દાન ગ્રહણ કરવાની પાત્રતા ઉપર કરવામાં આવ્યું છે.
—————
ઈર્શાદ
ઊંઘ ન જુએ તૂટી ખાટ, ઈશ્ક ન જુએ જાતકજાત,
ભૂખ ન જુએ એંઠો ભાત, તરસ ન જુએ ધોબીઘાટ.
— લોક રચના
————–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ભમે ખરો પણ ભમરો નહીં, કોટે જનોઈ પણ બ્રાહ્મણ નહીં,
માગે ખરો પણ બાવો નહીં, તેલ ચડે પણ હનુમાન નહીં.
અ) ભમરડો બ) રેંટિયો ક) હથોડી ડ) દીવો
————–
માઈન્ડ ગેમ
શાંતિ માટે તેમજ વિજ્ઞાનની શાખાઓ અને અર્થશાસ્ત્ર માટે પણ નોબેલ પ્રાઈઝ આપવાની શરૂઆત કરનાર આલ્ફ્રેડ નોબેલે શેની શોધ કરી હતી એ કહી શકશો?
અ) સેફટી લેમ્પ બ) ફાઉન્ટન પેન
ક) ડાયનામાઈટ ડ) ટાઈપરાઈટર
————-
ગયા સોમવારના જવાબ
A              B
Pole Star  ધ્રુવનો તારો
Constellation નક્ષત્ર
Tail Starપૂંછડિયો તારો
Planet ગ્રહ
————
ગુજરાત મોરી મોરી રે
ભદ્રનો કિલ્લો
————
ઓળખાણ પડી?
કર્ણાટક
———
માઈન્ડ ગેમ
હાઈડ્રો ઈલેક્ટ્રીસીટી
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મીણબત્તી
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) ખુશરૂ કાપડિયા (૫) હરીશ જી. સુતરીયા (૬) મહેન્દ્ર લોઢાવિયા (૭) મીનળ કાપડિયા (૮) પુષ્પા પટેલ (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) શ્રદ્ધા આશર (૧૩) ભારતી પ્રકાશ કટકિયા (૧૪) લજિતા ખોના (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) શીરીન ઔરંગાબાદવાલા (૧૭) નિખિલ બંગાળી (૧૮) અમીષી બંગાળી (૧૯) અબદુલ્લા એફ. મુનીમ (૨૦) મહેશ દોશી (૨૧) કલ્પના આશર (૨૨) નંદકિશોર સંજાણવાલા (૨૩) અરવિંદ કામદાર (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) હેમા હરીશ ભટ્ટ (૨૭) ભાવના કર્વે (૨૮) અંજુ ટોલિયા (૨૯) દિલીપ પરીખ (૩૦) પ્રવીણ વોરા (૩૧) ભારતી બુચ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) વિણા સંપટ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) સુરેખા દેસાઈ (૩૯) મહેશ સંઘવી (૪૦) પુષ્પા ખોના (૪૧) નિતીન બજરિયા (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) વિજય ગરોડિયા (૪૫) મનીષા શેઠ (૪૬) ફાલ્ગુની શેઠ (૪૭) મિલિંદ મનુભાઈ નાનસી (૪૮) શિલ્પા શ્રોફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -