Homeવીકએન્ડફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલfunworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————–
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A          B
તટ કજિયો, ઝઘડો
તકાજો કિનારો
તકરાર નાજુક
તકલાદી નદી
તટિની ઉઘરાણી
————–
ઓળખાણ પડી?
વિશ્ર્વના નામાંકિત બોટનિકલ ગાર્ડનમાં સ્થાન ધરાવતું અને ૧૫૦ હેક્ટરમાં પથરાયેલું આચાર્ય જગદીશચંદ્ર બોટનિકલ ગાર્ડન કયા શહેરમાં છે એ કહી શકશો?
અ) પટના બ) અમૃતસર ક) કોલકાતા ડ) ભુવનેશ્ર્વર
————–
ગુજરાત મોરી મોરી રે
ખડક સ્વરૂપે મળી આવતા પ્રાકૃતિક પદાર્થ બોકસાઈટમાં મુખ્યત્વે કઈ ધાતુ હોય છે એ જણાવો. આ ધાતુનો દૈનિક જીવનમાં ઘણો ઉપયોગ થાય છે.
અ) એલ્યુમિનિયમ, બ) બેરિયમ, ક) ઝિંક, ડ) કોપર
————
જાણવા જેવું
રંગબેરંગી પતંગિયાં ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. પતંગિયાં ફૂલોની આજુબાજુ જ તેમનું જીવન પસાર કરતાં હોય છે. ફૂલોના રસને ચૂસીને પોષણ મેળવતાં હોય છે. પતંગિયાંના લગભગ ૨૮૦૦૦ પ્રકાર છે. દરેક પતંગિયાનો આકાર અલગ અલગ હોય છે. તેમનું વજન ફૂલની બે પાંખડી જેટલું હોય છે. પતંગિયાનો જીવનકાળ ચાર અવસ્થામાંથી પસાર થાય છે. પહેલું ઈંડા, બીજું લાર્વા (નાનો કીડો), ત્રીજું પ્યુપા અને ચોથું પતંગિયું.
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કયા ભારતીય રાજકારણીએ રાષ્ટ્રપતિ બનવા પૂર્વે લોકસભાના સ્પીકર અને કેન્દ્રીય પ્રધાનનો હોદ્દો પણ સંભાળ્યો હતો એ જણાવો.
અ) વી વી ગિરિ
બ) ઝૈલ સિંહ
ક) નીલમ સંજીવ રેડ્ડી
ડ) આર. વેંકટરામન
———–
નોંધી રાખો
કેવી અજબની વાત કહેવાય કે આપણા મગજને પીડા નથી થતી, પણ અનેક લોકોને પીડા આપી શકે એવા વિચાર આ જ મગજમાં જન્મ લેતા હોય છે.
————
માઈન્ડ ગેમ
૬૩૦ના ૩૦ ટકા કરવાથી જે સંખ્યા મળે અને ૭૯૦ના ૨૦ ટકા કરવાથી જે સંખ્યા મળે એ પછી મોટી રકમમાંથી નાની રકમ બાદ કરતા શું જવાબ આવે?
અ) ૨૧ બ) ૩૧
ક) ૩૬ ડ) ૩૯
———–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A           B
રખોપિયો ચોકીદાર
રગશિયું ધીમું અને કંટાળાજનક
રજક ધોબી
રજની રાત્રિ
રજત રૂપું
———–
ગુજરાત મોરી મોરી રે
કાંસું
———–
ઓળખાણ પડી?
ખજુરાહો મંદિર
———–
માઈન્ડ ગેમ
૬૬૯૦
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એક્યુપંક્ચર
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) લજિતા ખોના (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) હરીશ સુતરીયા (૧૫) પુષ્પા પટેલ (૧૬) નિતિન બજરિયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) અબદુલ્લા મુનીમ (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) મહેશ દોશી (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) પ્રવીણ વોરા (૨૬) નંદકિશોર સંજાણવાલા (૨૭) હર્ષા મહેતા (૨૮) કલ્પના આશર (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) અંજુ ટોલિયા (૩૨) દિપીકા દોશી (૩૩) વર્ષા નાનસી (૩૪) દિલીપ પરીખ (૩૫) અરવિંદ કામદાર (૩૬) સુરેખા દેસાઈ (૩૭) દેવેન્દ્ર સંપટ (૩૮) વિણા સંપટ (૩૯) નીતા દેસાઈ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -