ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
સુમો તરીકે વિશ્ર્વવિખ્યાત કુસ્તીનો ખેલ કયા દેશનો રાષ્ટ્રીય ખેલ છે?
અ) સિંગાપોર બ) ચીન ક) ભૂતાન ડ) જાપાન
———–
જાણવા જેવું
હવામાનમાં જોવા મળતા અણધાર્યા ફેરફારને કારણે વધુ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમેરિકાના માયામી શહેરમાં કાળઝાળ ગરમીને કારણે થઈ રહેલા મૃત્યુ પર નિયંત્રણ લાવવા ચીફ હીટિંગ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. આ અનોખા પ્રયાસને પછી ગ્રીસના એથેન્સ શહેરમાં તેમ જ પશ્ર્ચિમ આફ્રિકાના સિએરા લિઓનના ફ્રીટાઉન શહેરમાં પણ અનુસરવામાં આવ્યો.
———
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A                 B
બારણું      પડસાળ
રસોડું       નાહણી
ઓસરી     કમાડ
બાથરૂમ    વાટિકા
બગીચો     રાંધણિયું
———-
ગુજરાત મોરી મોરી રે
દ્વિરેફ ઉપનામથી વાર્તા, શેષ ઉપનામથી કાવ્યો અને સ્વૈરવિહારી ઉપનામથી નિબંધો લખનાર સાહિત્યકાર કોણ?
અ) ગુલાબદાસ બ્રોકર બ) રામનારાયણ પાઠક
ક) મનુભાઈ પંચોળી
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એરશિપ અને બલૂન ઊંચે ઊડવા અહીં જણાવેલા વાયુમાંથી કયા વાયુનો
ઉપયોગ કરે?
અ) નાઈટ્રોજન બ) હિલિયમ ક) ઓઝોન ડ) ક્લોરિન
———–
નોંધી રાખો
જવાબદારીઓથી ગીચ એવા વિસ્તારમાં પપ્પાના ખભા પર આવેલી મોકાની જગ્યા અણમોલ હોય છે.
—–
માઈન્ડ ગેમ
એકપણ શૂન્ય વિનાની પાંચ અંકની સૌથી મોટી સંખ્યામાંથી એકપણ શૂન્ય વગરની સૌથી નાની સંખ્યા બાદ કરતાં શું જવાબ મળે?
અ) ૯૯,૯૦૦ બ) ૮૮,૮૮૮ ક) ૯૦,૫૭૫
——–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
આંખ           નયન
ચામડી      ત્વચા
પગ          ચરણ
હાડકું          અસ્થિ
———
ગુજરાત મોરી મોરી રે
જ્યોતીન્દ્ર દવે
——–
ઓળખાણ પડી?
યુકે
——-
માઈન્ડ ગેમ

———–
ચતુર આપો જવાબ
હાઈડ્રોજન-ઓક્સિજન
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા
(૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ
(૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની
(૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) શ્રદ્ધા આશર (૨૫) મૂલરાજ કપૂર (૨૬) મીનળ કાપડિયા (૨૭) માલતી ધરમસી (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) સુભાષ મોમાયા
(૩૦) સુરેખા સુધીર દેસાઈ (૩૧) વિભા કર્વે (૩૨) રસિક જૂથાણી ટોરંટો-કેનેડા (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) રમેશ દલાલ (૩૫) હિના દલાલ
(૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) શીરીન ઔરંગાબાદવાળા (૩૮) તાહેર ઔરંગાબાદવાળા

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.