ઓળખાણ પડી?
જરા પણ ઈજા ન થાય એ રીતે ૧૯૦૪થી ઓલિમ્પિક્સમાં સુધ્ધાં જોવા મળતી આ રમતની ઓળખાણ પડી? એનો ઉદય યુરોપમાં થયો હતો.
અ) ઈકવેસ્ટરીયન બ) સર્ફિંગ ક) ટ્રેમ્પોલીન ડ) ફેન્સિંગ
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કમળો PYORRHOEA
તાવ HYSTERIA
દંત રોગ FEVER
કૃમિ JAUNDICE
વાઈ INTESTINAL WORM
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વગર પાણીએ એ ઘર બનાવી જાણે,
સોય દોરા વિના ગૂંથણી કરી જાણે.
અ) કરોળિયો બ) અળસિયું ક) મંકોડો ડ) કાનખજૂરો
—
માતૃભાષાની મહેક
ઉપસર્ગ એટલે ધાતુ કે ધાતુ પરથી બનેલાં નામની આગળ જોડાતો અને મૂળ અર્થમાં વિશેષતા લાવતો કે ફેરફાર કરતો શબ્દ કે અવ્યય. ઉપસર્ગ માટે બે મત છે. એક મત પ્રમાણે ધાતુમાં જ ઘણા અર્થ હોય છે અને ઉપસર્ગ તે ધાતુમાં છુપાયેલ અર્થને માત્ર બહાર લાવે છે. તેમાં પોતાનો કોઈ અર્થ હોતો નથી. બીજા મત પ્રમાણે ઉપસર્ગને પોતાના જુદા અર્થ હોય છે. જ્યારે તે ધાતુને લગાડવામાં આવે ત્યારે તે ક્રિયામાં વધઘટ, ફેરફાર વગેરે સૂચવે.
—
ગુજરાત મોરી મોરી રે
અરબી ભાષામાં તમર – એ – હિંદ (ભારતીય ખજૂર) નામથી ઓળખાતું વૃક્ષ ગુજરાતીમાં કયા નામથી ઓળખાય છે એ જણાવો. તેના પરથી અંગ્રેજીમાં ટેમેરિંડ નામ આપવામાં આવ્યું છે.
અ) અળસી બ) આમળા ક) અંકોલ ડ) આમલી
—
ઈર્શાદ
છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરાના હૈયે લીલોતરી,
કૂંપળ ફૂટયાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોતરી.
– મુકેશ જોશી
—
માઈન્ડ ગેમ
વિશ્ર્વની ટોચની ટેનિસ સ્પર્ધઓમાં મુખ્યત્વે ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધાઓમાં ઝળહળતી સફળતા અને ઓલિમ્પિક્સમાં પણ મેડલ મેળવનાર ભારતીય ટેનિસ ખેલાડીનું નામ જણાવો.
અ) મહેશ ભૂપતિ બ) વિજય અમૃતરાજ
ક) રામનાથન કૃષ્ણન ડ) લિયાન્ડર પેસ
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
સફરજન APPLE
સીતાફળ CUSTARD APPLE
તાડગોળા ICE APPLE
સફેદ જાંબુ LOVE APPLE
અનાનસ PINEAPPLE
ગુજરાત મોરી મોરી રે
ઝાકળ
ઓળખાણ પડી?
ગરમર
માઈન્ડ ગેમ
ચાર્લી ગ્રિફિથ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઈંટ