ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld@bombaysamachar.com પર મોકલવાના રહેશે.
——
ઓળખાણ પડી?
કલાત્મક રીતે ગૂંથી માળો બનાવવા માટે જાણીતા પક્ષીની ઓળખાણ પડી?
અ) કલકલિયો બ) કાબર ક) દૈયડ ડ) સુગરી
———-
જાણવા જેવું
જાપાનના શિરોજીમા ટાપુ પર જોવા મળતી બિલાડીઓની સંખ્યા માણસ કરતાં વધારે છે. અહીં બિલાડીઓના વસવાટને ઉત્તેજન આપવામાં આવ્યું હતું, કારણ કે આ ટાપુ પર રેશમનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે અને ઉંદરડા રેશમના કીડાને – સિલ્કવર્મને મારીને ખાઈ જવા માટે જાણીતા છે. બિલાડીની હાજરીથી ઉંદર પર નિયંત્રણ આવ્યું.
———-
નોંધી રાખો
મળે જ્યાં લાગણીના ખજાના, સંબંધ એ જ લાગે છે મજાના.
——–
ભાષા વૈભવ…
મરાઠી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A                   B
कोपरा       ભૂલ, દોષ
खोबर      ખાંસી, ઉધરસ
खोखला   મસાલેદાર
खोड         ખૂણો
खमंग        ટોપરું
———
ગુજરાત મોરી મોરી રે
સ્વાતંત્ર્યની લડતમાં વિશિષ્ટ યોગદાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલનાં પુત્રીનું નામ
જણાવો.
અ) કેસરબહેન બ) મણિબહેન ક) મીરાંબહેન ડ) સરોજબહેન
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું શાક શોધી કાઢો.
જાદુગરનો જાદુ ધીમે ધીમે જામવા લાગ્યો.
———-
માઈન્ડ ગેમ
૧૧, ૨૩, ૪૭, ૯૫, પછી કઈ સંખ્યા આવે?
અ) ૧૪૭ બ) ૧૭૮ ક) ૧૯૧
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
डोळा         આંખ
डोके      માથું
गुडघा    ઘૂંટણ
पोट      પેટ
पाय     પગ
——–
માઈન્ડ ગેમ
૧૦૬
——–
ચતુર આપો જવાબ
પાલક
——–
ગુજરાત મોરી મોરી રે
ધોલેરા
——-
ઓળખાણ પડી?
ઓસ્ટ્રેલિયા
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા
વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર વેદ (૪) મિલિંદ નાનસી (૫) આદિત્ય મંકોડિયા (૬) નિતિન બજરિયા (૭) જાગૃત જાની (૮) બીના જાની (૯) પાર્થ જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા ભટ્ટ (૧૨) ગિરીશ મિસ્ત્રી (૧૩) નયના મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર પરીખ (૧૬) વિલાસ અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્રા લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) અમિષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત ચિખલ (૨૩) હર્ષા મહેતા (૨૪) શ્રદ્ધા આશર (૨૫) મૂળરાજ કપૂર (૨૬) મીનળ કાપડિયા (૨૭) માલતી ધરમશી (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) સુભાષ મોમાયા (૩૦) સુરેખા દેસાઈ (૩૧) ભાવના કર્વે (૩૨) રશીક જુથાણી ટોરંટો, કેનેડા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.