ફન વર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ પડી?
ઈસ્ટ પાકિસ્તાનમાંથી સ્વતંત્ર રાષ્ટ્ર બનેલા બંગલાદેશના પહેલા પ્રમુખને ઓળખ્યા?
———————–
અ) યાહ્યા ખાન બ) શેખ મુજીબુર રહેમાન
ક) નુરુલ અમીન ડ) એ. કે. અન્સારી
——————–
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A         B
ઘોડો MARE
ઘોડી HORSE
શિયાળ CRANE
માદા શિયાળ FOX
બગલો VIXEN
————————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એક ભગત છે ભોળો, જે રંગનો છે સાવ ધોળો,
નદીકિનારે ગોવિંદ ભજતો, કાઢે મચ્છનો ગોળો.
—————–
અ) રીંછ બ) મગર ક) કાચબો ડ) બગલો
————
ગુજરાત મોરી મોરી રે
————
કેટલીક કહેવતોમાં ઉલ્લેખ ધરાવતું ઘોઘા બંદર કયા જિલ્લામાં છે?
————–
અ) ભાવનગર બ) કચ્છ ક) ખેડા ડ) જૂનાગઢ
————-
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે લતાડ. થાક, હદ ઉપરાંતના કામનો પરિશ્રમ, ઉપવાસ કે થાકથી લોથપોથ થઈ જવું તે, સુસ્તી વગેરે લતાડનો અર્થ થાય છે. એના પરથી લતાડ ખવરાવવી-મારવી એટલે ખોટે રસ્તે દોરી, ભૂલ ખવરાવી, ખરાબ કરવું, નુકસાન કરવું. લતાડ લાગવી-વાગવી એટલે દૂબળું થઈ જવું, માંદગી પછી થતી પીડાથી પીડાવું. નુકસાન ખમવું કે નુકસાન થવું.
—————–
ઈર્શાદ
સખી! અત્તરની શીશીમાં મોહ્યા,
દૂરની સુગંધો પર માંડીને મીટ,
અમે આંગણના મોગરાને ખોયા.
– સંદીપ ભાટિયા
———–
માઈન્ડ ગેમ
પાંચ અક્ષરનું વાજિંત્ર ઓળખો. બીજો અને ત્રીજો અક્ષર એટલે ટેવ કે વ્યસન એવો અર્થ થાય. પહેલો ને બીજો અક્ષર એટલે પાણી અને પહેલો અને પાંચમો અક્ષર એટલે દુનિયા થાય.
————–
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
આવક INCOME
આવકાર WELCOME
આવડત SKILL
આવરદા LIFE
આળસુ LAZY
———-
ગુજરાત મોરી મોરી રે
અરમાન
————
ઓળખાણ પડી?
વાસ્કો-દ-ગામા
———–
માઈન્ડ ગેમ
દાદીમા
———-
ચતુર આપો જવાબ
મોગરો
—————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
———-
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ (૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) શ્રદ્ધા આશર (૨૪) મુલરાજ કપૂર (૨૫) મીનળ કાપડિયા (૨૬) વિભા મહેશ્ર્વરી (૨૭) માલતી ધરમસી
—————
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.