‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
દોકડો મુશ્કેલ
દોજખ ગળાનું ઘરેણું
દોરિયો માર્ગદર્શન
દોહ્યલ નાણું
દોરવણી નરક
———–
ઓળખાણ પડી?
૧૯૮૫થી ૧૯૯૫ના દાયકામાં છવાઈ ગયેલા આ અમેરિકન ટેનિસ ખેલાડીની ઓળખાણ પડી જેણે ચૂપચાપ સ્ટેફી ગ્રાફ સાથે લગ્ન કરી લેતા બધા ચોંકી ગયા હતા.
અ) જોન મેકેનરો
(બ) આન્દ્રે અગાસી
(ક) પીટ સેમ્પ્રસ (ડ) એન્ડી રોડિક
———
ગુજરાત મોરી મોરી રે
યાદશક્તિ કસીને એક સમયના અત્યંત જાણીતા પ્રેમગીતની પંક્તિમાં ખૂટતા શબ્દો ઉમેરો.
હું તો ગઈ’તી મેળે, મન, મળી ગયું એની મેળે મેળામાં,
હૈયું વણાઈ ને ગયું તણાઈ, ———– રેલામાં, મેળામાં.
અ) જોબનના બ) પ્રેમના ક) લાગણીના
ડ) ભાવનાના
———–
જાણવા જેવું
વિજ્ઞાન વિશ્ર્વમાં સોડિયમ, પોટેશિયમ, લિથિયમ જેવી કેટલીક ધાતુ – મેટલ છે જે અત્યંત ક્રિયાશીલ હોય છે. હવામાં ખુલ્લી રાખવાથી તરત ઝાંખી પડી જાય છે અને પાણીમાં નાખવાથી ધડાકો કરે છે. આ ધાતુઓની બાહ્ય ભ્રમણકક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોવાથી એનાથી પીછો છોડાવવા માગતી હોય એમ એ અન્ય તત્ત્વ સાથે જોડાઈ નવો પદાર્થ બનાવી દે છે. પરિણામે આ ધાતુઓ મુક્ત અવસ્થામાં બહુ ઓછી જોવા મળે છે.
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
માનવ જીવનને સ્પર્શતા લગભગ દરેક ભાવ જેમાં જાણવા અને માણવા મળે છે એ ‘આખેટ’ નવલકથાના લેખકનું નામ આપેલા વિકલ્પમાંથી કહી શકશો?
અ) હરકિસન મહેતા બ) ચંદ્રકાન્ત બક્ષી
ક) ચુનીલાલ મડિયા ડ) અશ્ર્વિની ભટ્ટ
———-
નોંધી રાખો
ઉદારતામાં વૃક્ષનો જોટો જડવો મુશ્કેલ છે. કોઈ પથ્થર મારે તો એ એ ફળ આપવાની ઉદારતા દેખાડે છે અને ફળ આવે ત્યારે
ગર્વ નથી કરતા પણ નમ્ર બની નીચા વળી જાય છે.
———
માઈન્ડ ગેમ
ગુજરાતીઓ ગણતરમાં પાવરધા હોય છે. ૪ કલાક, ૨૮ મિનિટ અને ૩૬ સેક્ધડ એટલે કુલ કેટલી સેક્ધડ થાય એ જણાવી શકશો?
અ) ૧૪૫૮૭ બ) ૧૫૨૭૫ ક) ૧૬૧૧૬ ડ) ૧૭૦૭૭
————
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
મશક પાણીની પખાલ
મસલત ચર્ચા, વાટાઘાટ
મસાણ સ્મશાન
મસોતું ચીંથરું
મસ્તિષ્ક માથું
———
ગુજરાત મોરી મોરી રે
ડોલતો ડુંગર
———
ઓળખાણ પડી?
માઈક ટાયસન
———
માઈન્ડ ગેમ
નેધરલેન્ડ્સ
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પેરેલિસિસ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) પુષ્પા ખોના (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) કિશોરકુમાર વેદ (૫) કલ્પના આશર (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮) ખુશરૂ કાપડિયા (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી કટકિયા (૧૧) નિતીન બજરિયા (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) પ્રવીણ વોરા (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) હરીશ સુતરીયા (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીષી બંગાળી (૧૮) મહેશ દોશી (૧૯) મહેશ સંઘવી (૨૦) હર્ષા મહેતા (૨૧) મનીષા શેઠ (૨૨) મીનળ કાપડિયા (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) પુષ્પા પટેલ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) ભાવના કર્વે (૨૯) મિલિંદ નાનસી (૩૦) વિલાસ અંબાણી (૩૧) વિણા સંપટ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) અંજુ ટોલિયા (૩૪) સુરેખા દેસાઈ (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) વિજય ગરોડિયા (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) લજિતા ખોના (૪૨) અરવિંદ કામદાર (૪૩) તાહેર ઔરંગાબાદવાલા (૪૪) શીરીન ઔરંગાબાદવાલા (૪૫) ગિરીશ મિસ્ત્રી (૪૬) નયના મિસ્ત્રી