‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
BAG ઓલાદ
BEG વાળનો અંબોડો
BREAD આજીજી, ભીખ
BRAID થેલી
BREED પાંઉ
————
ઓળખાણ પડી?
વિદેશમાં રહી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ફાળો આપનાર અને લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરનાર ક્રાંતિકારી અને વકીલને ઓળખી કાઢો.
અ) મદન મોહન માલવિયા બ) લોર્ડ મેઘનાદ ક) ભીખુ પારેખ ડ) શ્યામજી કૃષ્ણ વર્મા
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઉડે છે પણ પંખી નથી, પૂંછડી છે પણ જાનવર નથી,
કાપે છે પણ કાતર નથી, કપાય છે પણ જીવ નથી.
અ) વિમાન બ) પતંગ ક) હવા ડ) રોકેટ
———-
માતૃભાષાની મહેક
અક્કલ માણસને અન્ય જાનવરથી તો અલગ પાડે જ છે અન્ય માણસથી પણ તારવે છે. બુદ્ધિમાન હોય તો અક્કલબાજ કહેવાય, પણ મૂર્ખ, વિવાહની વરસી કરે એવો હોય તો અક્કલનો ઓથમીર તરીકે ઓળખાય છે. આ કહેવત પડવાનું કારણ એ છે કે કોઈ એક ગામમાં એક યુવાન પાસે ભાજી મંગાવી હતી અને ભાઈ સાહેબ કોથમીર લઈ આવ્યા. એના પરથી આ કહેવત પડી. કીધી વાત સમજે નહીં એના માટે અક્કલનો આંધળો પ્રયોગ વપરાય છે.
————
ગુજરાત મોરી મોરી રે
મુકેશે ગાયેલા આ સદાબહાર રોમેન્ટિક ગીતમાં ખૂટતો શબ્દ ઉમેરો.
મારા ભોળા દિલનો શિકાર કરીને,
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને,
———– કરીને, મારા ભોળા દિલનો.
અ) પ્રેમાળ, બ) બીમાર, ક) મઘમઘતું, ડ) ઘાયલ
————–
ઈર્શાદ
દુકાનદાર, સુણો, આગવું કમાયો છું,
નિરાંત ખર્ચીને હું જાગવું કમાયો છું.
– લલિત ત્રિવેદી
——
માઈન્ડ ગેમ
(૧૮ x ૫ x ૮ ) + (૪ x ૧૪ x ૭) – (૬ x ૯ x ૩)= કેટલા થાય એની સાવચેતીથી ગણતરી કરી સાચો જવાબ આપી શકશો?
અ) ૭૮૦ બ) ૯૫૦
ક) ૬૪૪ ડ) ૮૮૮
———–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
LIP હોઠ
LEAP કૂદકો
LIMP લંગડાવું
LAP ખોળો
LAPSE દોષ
———–
ગુજરાત મોરી મોરી રે
શત્રુઓ
———-
ઓળખાણ પડી?
ભંડાદરા
———-
માઈન્ડ ગેમ
૨૪૭૨
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મચ્છર
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર વેદ (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) શ્રદ્ધા આશર (૯) લજિતા ખોના (૧૦) ડૉ. પ્રકાશ કટકિયા (૧૧) ભારતી કટકિયા (૧૨) ભારતી બુચ (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) વિભા મહેશ્ર્વરી
(૧૫) હર્ષા મહેતા (૧૬) હરીશ સુતરીયા (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) મહેશ દોશી (૨૦) નિતીન બજરિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨)
જ્યોત ખાંડવાલા (૨૩) પુષ્પા પટેલ (૨૪) મહેન્દ્ર લોઢાવિયા (૨૫) રશીક જુથાણી – ટોરંટો-કેનેડા (૨૬) ભાવના કર્વે (૨૭) રજનીકાંત પટવા (૨૮)
સુનીતા પટવા (૨૯) વિણા સંપટ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) અંજુ ટોલિયા (૩૨) નંદુ સંજાણવાલા (૩૩) ગિરીશ મિસ્ત્રી (૩૪) વિજય ગરોડિયા (૩૫)
શેલેષ વોરા (૩૬) નયના મિસ્ત્રી (૩૭) અરવિંદ કામદાર (૩૮) સુરેખા દેસાઈ (૩૯) શિલ્પા શ્રોફ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) હિના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ