ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
રાણી વિક્ટોરિયાની સ્મૃતિમાં બાંધવામાં આવેલું સ્મારક વિક્ટોરિયા મેમોરિયલ કયા શહેરમાં છે?
અ) ચેન્નઈ બ) કોલકાતા ક) જયપુર ડ) ચંદીગઢ
———
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે ભાદરવાનો ભીંડો. અચાનક થોડા સમય માટે મળેલી મોટાઈથી છકી ગયેલી વ્યક્તિ માટે ભાદરવાનો ભીંડો છે એમ કહેવાય છે. કવિ દલપતરામે લખ્યું છે ‘ભીંડો ભાદરવા તણો, વડને કહે સુણ વીર, સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર.’ આ સુણી વડ ઊચર્યો વાણી, ‘વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.’ જોકે, વર્ષા ઋતુ વીત્યા પછી ભાદરવાનો ભીંડો સુકાઈ ગયો.
———
ઈર્શાદ
અમે માન્યું કે બીજાને તો તમે શિક્ષાય કરવાના,
ઉજાડે બાગ ખુદ માળી તો એ માળીને શું કરશો?
– ‘નાઝિર’ દેખૈયા
———-
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A               B
હથેળી       ALWAYS
હથોડો      AIR
હથિયાર    PALM
હરદમ      WEAPON
હવા          HAMMER
———-
ગુજરાત મોરી મોરી રે
સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ એવા હઠીસિંહનાં દેરાં ગુજરાતના કયા શહેરમાં બાંધવામાં આવ્યાં હતાં?
અ) સુરત બ) ભરૂચ
ક) વડોદરા ડ) અમદાવાદ
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દૂધનો દોયતરો ને માવાનો બેટો,
બરફીનો ભાઈ તે મોઢામાં પેઠો.
અ) લાડુ બ) કેક ક) પેંડો ડ) દહીં
——-
માઈન્ડ ગેમ
કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કેટલા અંશનો હોવો જ જોઈએ?
અ) ૪૫ બ) ૯૦ ક) ૧૨૦ ડ) ૧૮૦
——-
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ઉત્ક્રાંતિ      EVOLUTION
ઉકેલ      SOLUTION
ઉનાળો    SUMMER
ઉત્કંઠ        EAGER
ઊન          WOOL
———
ગુજરાત મોરી મોરી રે
ઘોડા દોડાવવા
———
ઓળખાણ પડી?
કર્ણ
——-
માઈન્ડ ગેમ
સમભુજ

ચતુર આપો જવાબ
મીણબત્તી
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ (૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) મહેન્દ્ર લોઢાવીયા (૧૯) રંજન લોઢાવીયા (૨૦) અમીષી બંગાળી (૨૧) અંજુ ટોલિયા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) શ્રદ્ધા આશર

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.