Homeધર્મતેજફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
ધાર્મિક સ્થળની જોડી જમાવો
A             B
Temple   ગર્ભગૃહ
Shrine     મઠ
Monastery  સંન્યાસાશ્રમ
Sanctum પવિત્ર સ્થળ
Hermitage મંદિર
———-
ઓળખાણ પડી?
શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સાહિબે અમૃતસરમાં હરિ મંદિર (સુવર્ણ મંદિર)ની સામે કાળરહિત પરમાત્માનું સિંહાસન બનાવ્યું હતું. એ કયા નામે ઓળખાય છે એ કહી શકશો?
અ) તરન તારન સાહિબ બ) આનંદપુર સાહિબ
ક) અકાલ તખ્ત ડ) તખ્તેશ્ર્વર
———-
ગુજરાત મોરી મોરી રે
વ્યવસાયને લગતી બહુ જ જાણીતી કહેવત
‘સઈ, સોની ને સાળવી એને જમ ન શકે જાળવી’માં સાળવી અન્ય કયા નામે પણ ઓળખાય છે એ કહી શકશો?

અ) દરજી બ) વણકર ક) સુથાર ડ) કડિયો
————
માતૃભાષાની મહેક
એક અંગાર સો મણ જાર બાળે કહેવત અત્યંત માર્મિક છે એનો ભાવાર્થ છે એક નઠારી વ્યક્તિને કારણે આખા સમાજની વગોવણી થાય. સો મણ તેલે અંધારું એટલે સાધન સગવડ હોવા છતાં સફળતા ન મેળવી. સો મણ રૂની તળાઇએ સૂવું એટલે તદ્દન નચિંત થઈ રહેવું. સોના સાઠ કરવા એટલે આબરુ ગુમાવવી અથવા ખોટ ખાવી. સોમાં શૂરો, તે એકેમાં નહીં પૂરો એટલે જે વ્યક્તિ બધી બાબતમાં માથું મારે, એનું એકેય કામ પાર ન ઉતરે.
————
ઈર્શાદ
આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ,
ઘાસ ચાસની પાસમાં, વિશ્ર્વપતિનો વાસ.
– ભક્તિ ગીતની પંક્તિ
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ફાળ ભરે પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્ર્વાન,
મોં ઊંચું રાખે પણ મોર નહીં, ચતુર કરો વિચાર.
અ) કરચલો બ) કૂકડો ક) કાંગારુ ડ) દેડકો
————
માઈન્ડ ગેમ
યુરોપમાં કુલ ૪૪ દેશ છે જેમાંથી કેટલાક દેશ આઇલેન્ડ ક્ધટ્રી – દ્વીપ રાષ્ટ્ર છે. આપેલા વિકલ્પોમાંથી કયો યુરોપિયન દેશ દ્વીપ રાષ્ટ્ર છે એ કહી શકશો?
અ) યુકે બ) ફ્રાંસ
ક) જર્મની ડ) બેલ્જીયમ
———–
ગયા સોમવારના જવાબ
ઓમ હિન્દુ
સિદ્ધચક્ર જૈન
ધર્મચક્ર બૌદ્ધ
વધસ્તંભ ખ્રિસ્તી
અર્ધ ચંદ્ર અને તારો ઇસ્લામ
————
ગુજરાત મોરી મોરી રે
અનંગ
———–
ઓળખાણ પડી?
કર્ણાટક
———-
માઈન્ડ ગેમ
ઇથિયોપિયા
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વટાણા
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર વેદ (૩) નીતા દેસાઈ (૪) કલ્પના આશર (૫) શ્રદ્ધા આશર (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) હર્ષા મહેતા (૯) ભારતી બુચ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) લજિતા ખોના (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) પુષ્પા પટેલ (૧૫) પ્રવીણ વોરા (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) મહેશ દોશી (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) હરીશ સુતરીયા (૨૨) મીનળ કાપડિયા (૨૩) દિલીપ પરીખ (૨૪) રાજુલ પટેલ (૨૫) વિણા સંપટ (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) વિલાસ અંબાણી (૨૮) મહેશ સંઘવી (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) અંજુ ટોલયા (૩૨) ભાવના કર્વે (૩૩) ગિરીશ મિસ્ત્રી (૩૪) શેલેષ વોરા (૩૫) અરવિંદ કામદાર (૩૬) નિતીન બજરિયા (૩૭) સુભાષ મોમાયા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) વિજય ગરોડિયા (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) હિના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) સુરેખા દેસાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -