ઓળખાણ પડી?
સૌથી નાની ઉંમરે હેવીવેટ બોક્સિંગમાં વિજેતાપદ મેળવનાર અમેરિકન બોક્સરની ઓળખાણ પડી? તેણે ફિલ્મોમાં પણ કામ
કર્યું હતું.
—
અ) મોહમ્મદ અલી, બ) માર્વિન હેગલર, ક) લેરી હોમ્સ, ડ) માઈક ટાયસન
—
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
મશક ચર્ચા, વાટાઘાટ
મસલત માથું
મસાણ ચીંથરું
મસોત પાણીની પખાલ
મસ્તિષ્ક સ્મશાન
—
ગુજરાત મોરી મોરી રે
યાદશક્તિ કસીને એક સમયના અત્યંત જાણીતા લોકગીતની પંક્તિમાં ખૂટતા શબ્દો ઉમેરો.
આજ રે સપનામાં મેં તો —————– દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે.
અ) રૂપાળો ચંદ્રમા બ) વાલમનો ચહેરો ક) ડોલતો ડુંગર ડ) લીલોછમ પ્રદેશ
—
જાણવા જેવું
બેન્કના એટીએમ મશીનમાંથી તમે ઘણી વાર પૈસા કઢાવ્યા હશે અને ડેબિટ કાર્ડ વાપરતી વખતે ચાર અંકના પિન નંબરનો ઉપયોગ પણ કર્યો હશે. આ સંદર્ભમાં જાણવા જેવી રસપ્રદ વાત એ છે કે શોધ થઈ ત્યારે શરૂઆતના તબક્કામાં એટીએમનો પિન છ અંકનો હતો. બન્યું એવું કે આ આવિષ્કાર કરનારની પત્નીને છ નહીં પણ ચાર જ અંક યાદ રહેતા હતા. એટલે પત્નીની યાદશક્તિની નબળાઈને કારણે પિન ચાર અંકનો થઈ ગયો.
—
ચતુર આપો જવાબ
આખાબોલો સ્વભાવ અને તેજાબી કલમ માટે જાણીતા શ્રી ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાનું નામ આપેલા વિકલ્પમાંથી કહી શકશો?
—
માથું ખંજવાળો
અ) ગુજરાતનો નાથ બ) કિમ્બલ રેવન્સવૂડ ક) પેરેલિસિસ
ડ) અગનપંથી
—
નોંધી રાખો
પ્રતિભાશાળી સ્ત્રી હોય તો તેણે કદી
પત્ની ન બનવું જોઈએ અને પત્નીએ સમજીને જાતને પાંગરવા દેવી ન જોઈએ એ નર્યો બકવાસ છે.
—
માઈન્ડ ગેમ
૨૭ દેશના સંગઠન યુરોપિયન યુનિયનના કયા દેશની ભાષા અને સ્થાનિક રહેવાસીઓ ડચ નામથી ઓળખાય છે એ કહી શકશો?
—
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
પથ્થર શિલા
પ્રતિમા મૂર્તિ
પ્રતિબિંબ છાયા
પંકજ કમળ
પરાગ કુસુમ
ગુજરાત મોરી મોરી રે
કડલાંની
ઓળખાણ પડી?
જયદેવ ઉનડકટ
માઈન્ડ ગેમ
દલા તરવાડી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાજા
અ) હંગેરી બ) ડેનમાર્ક ક) નેધરલેન્ડ્સ ડ) દલા તરવાડી