Homeલાડકીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
સ્વાશ્રયી મહિલા સેવા સંઘની સ્થાપના કરનાર તેમજ સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર અને ગાંધીવાદી વ્યક્તિની ઓળખાણ પડી?
અ) સુધા મૂર્તિ
બ) વસુધા મહેતા
ક) ઈલા ભટ્ટ ડ) ભદ્રા સવાઈ
——-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
छंद છાલ
छद्म ચાળવું
छळ શોખ
छानण કપટ
छिलका સતામણી
——-
ગુજરાત મોરી મોરી રે
મજેદાર અને મીઠાશથી ભરપૂર એવા આ ગીતની પંક્તિ યાદશક્તિને ઢંઢોળી પૂરી કરી શકશો?
લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી, મારા બેની ————- લીલા લહેર છે.
અ) પિયરમાં બ) મોસાળે ક) મહેલમાં ડ) સાસરિયે
——–
જાણવા જેવું
સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્ર્વર) મહાદેવનું દસમા સૈકાનું મંદિર આવેલું છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદિરના નામ પરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. અહીં ભાદરવા મહિનામાં ત્રણ દિવસનો મેળો ભરાય છે. તરણેતરના મેળાની ખ્યાતિ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરેલી છે.
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલા સમુદ્રમાં ઊંડા પાણીમાં ઊંડી ડૂબકી મારીને વસ્તુ કાઢી લાવનાર માણસ – ડૂબકીમારને શોધી કાઢો.
‘દુનિયામાં નજરે પડતા પામર જીવો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ.’
——–
નોંધી રાખો
અનુભવ મેળવવા ક્યારેક બહુ આકરી કિંમત ચૂકવવી
પડે છે, પણ એનાથી જે પ્રાપ્ત થાય એ અમૂલ્ય
હોય છે અને ભાગ્યે જ કોઈને આસાનીથી મળતું
હોય છે.
——–
માઈન્ડ ગેમ
મીઠા તેમજ ખારા જળમાં મુક્તપણે હરફર કરતા અઢળક જાતિ ધરાવતા માછલાંની વાસ લેવાની ઇન્દ્રિય કયા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) કિરી બ) છીપ
ક) ખોઈ ડ) ચૂઈ
——–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
चतुष्पाद ચારપગું
चंद्रमौळी જર્જરિત
चपराक થપ્પડ
चपाती રોટલી
चमू ટુકડી, જૂથ
——
ગુજરાત મોરી મોરી રે
દિવસ-રાત
——
ઓળખાણ પડી?
ગોલ્ડા મીર
——
માઈન્ડ ગેમ
ડૉલ્ફિન
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ચમેલી
————–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) કલ્પના આશર (૫) નિતીન જે. બજેરીયા (૬) નીતિ દેસાઈ (૭) અમીષી બંગાળી (૮) મનીષા શેઠ(૯) ફાલ્ગુની શેઠ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) હરીશ સુતરીયા (૧૨) મહેશ દોશી (૧૩) પુષ્પા પટેલ (૧૪) મિનળ કાપડિયા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) વિલાસ સી. અંબાણી (૨૦) મહેન્દ્ર લોઢાયા (૨૧) હરીશ મહેતા (૨૨) ભાવના કર્વે (૨૩) પ્રવીણ વોરા (૨૪) દેવેન્દ્ર સંપટ (૨૫) વીણા સંપટ (૨૬) અંજુ ટોલીયા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) પુષ્પા ખોના (૨૯) શિલ્પા શ્રોફ (૩૦) દિલીપ પરીખ (૩૧) રશિક જુઠાણી (ટોરન્ટો-કેનેડા) (૩૨) વર્ષા મિલિંદ નાનસી (૩૩) રમેશ દલાલ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) હિનાબેન દલાલ (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) મહેશ સંઘવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -