ઓળખાણ પડી?
ગળામાં બળતું હોય કે સળેખમ થયું હોય ત્યારે ઘરગથ્થુ ઉપચાર તરીકે અને બાળકોના સ્વાસ્થ્ય માટે વપરાતો ઘઉંના કે બાજરાના લોટનો ઘી સાથે સાકર કે ગોળ નાખીને બનાવેલો પ્રવાહી પદાર્થ કયા નામથી ઓળખાય છે?
અ) કરિયાતું બ) કવાથ ક) રાબ ડ) ઉકાળો
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
અન્નનળી SPLEEN
રક્તવાહિની NERVE
જ્ઞાનતંતુ DIAPHRAGM
બરોળ OESOPHAGUS
ઉદરપટલ VEIN
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
હું છું લીલો લીલો દાણો, મારા માથે ચાંદું,
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું.
અ) વટાણા બ) મગ ક) ધાણા ડ) મઠ
—
ગુજરાત મોરી મોરી રે
મનુષ્યનું હૃદય ચાર ખાનાનું બનેલું છે, બે જમણા અને બે ડાબા. આ ખાના ક્યા નામે ઓળખાય છે એ કહી શકશો?
અ) ધમની – શિરા બ) કર્ણક – ક્ષેપક ક) કપાટ – પટલ ડ) પુંજ – પિંડિકા
—
માતૃભાષાની મહેક
પેય, લેહ્ય, ભોજ્ય અને ભક્ષ્ય એમ આહારના મુખ્ય ચાર પ્રકાર છે. ચૂસ્ય અને ચર્વ્ય તથા ખાદ્ય અને નિષ્પેય ઉમેરીએ તો કુલ આઠ પ્રકાર થાય. મધુર (ગળ્યો), અમ્લ (ખાટો), લવણ (ખારો), કટુ (તીખો), તિક્ત (કડવો) અને કષાય (તૂરો) એમ છ મુખ્ય રસો અને અનુરસોમાં બધાં જ આહાર-દ્રવ્યોનો સમાવેશ થઈ જાય છે. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, ગુરુ-લઘુ વગેરે આહારના ૨૦ ગુણ છે. સ્વાદેન્દ્રિયને વશ થઈ નહીં, પણ નિયમાનુસાર હિતકારક આહાર લેવો.
—
ઈર્શાદ
ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક, હાથ,
બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગવું.
– ઉમાશંકર જોશી
—
માઈન્ડ ગેમ
પૃથ્વીના પટ પર મનુષ્ય સાથે અનેક જીવ સહ અસ્તિત્વ ધરાવે છે. મોટાભાગના જીવ બહુકોષી હોય છે પણ એક અત્યંત સૂક્ષ્મ એકકોષી જીવનું પણ અસ્તિત્વ છે. એ કયા નામથી ઓળખાય છે?
અ) હાઈડ્રા બ) સી એનીમોન ક) અમીબા ડ) શ્રિમ્પ
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
ખાતર MANURE
હળ PLOUGH
વાવેતર SOWING
સિંચાઈ SOWING
પાક IRRIGATION
ગુજરાત મોરી મોરી રે
મચ્છર
ઓળખાણ પડી?
વાવડિંગ
માઈન્ડ ગેમ
પેટ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પાણી