ઓળખાણ પડી?
મુરુડેશ્ર્વર મંદિર સ્થિત ભોલેનાથ શિવજીની આ અદ્ભુત મૂર્તિ કયા રાજ્યમાં છે એ ખબર છે?
અ) કર્ણાટક બ) આંધ્ર પ્રદેશ ક) તેલંગણા ડ) ઓડિશા
—
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
ઓમ બૌદ્ધ
સિદ્ધચક્ર ઇસ્લામ
ધર્મચક્ર ખ્રિસ્તી
વધસ્તંભ હિન્દુ
અર્ધ ચંદ્ર અને તારો જૈન
—
ગુજરાત મોરી મોરી રે
ભગવાન શ્રી કૃષ્ણના ૧૦૮ નામ છે. શ્રદ્ધા અને વાંચનને કારણે ઘણા નામ તમે જાણતા પણ હશો. આપેલા વિકલ્પમાંથી કયું નામ એમનું નથી એ કહી શકશો?
અ) મધુસુદન બ) કેશવ
ક) અનંગ ડ) યોગેશ્વર
—
માતૃભાષાની મહેક
પ્રભાત એટલે પ્રાત:કાળ, ઉષા, ઉષ:કાળ, મળસકું, પરોઢ, સવાર, સૂર્યોદય થતાં પહેલાં ઝળહળાટ થવા માંડે ત્યારથી સૂર્યોદય થતાં સુધીનો સમય. સવારના ઝળહળાટથી આઠ વાગતા સુધી પ્રભાત રાગ ગવાય છે. ભૈરવ, ભૈરવી, બિભાસ, બિલાવર વગેરે પ્રભાત રાગ છે. પ્રભાતફેરી એટલે સવારમાં સ્વદેશી ગીતો ગાતાં ગાતાં ગામમાં જવું તે. સ્વયંસેવકો પ્રભાતમાં રાષ્ટ્રીય ગીતો ગાતાં જુદા જુદા લતાઓમાં ફરવા નીકળે એ પ્રભાતફેરી કહેવાતી.
—
ઈર્શાદ
ચણોઠીને ઢગલે દાઝ્યા કંઈક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી.
— અનિલ જોશી
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લીલી માના છે ગોળમટોળ લીલા દીકરા,
માને તરછોડી લોકો દીકરાને કરે પોતાના.
અ) મરચા બ) ફણસી ક) વટાણા ડ) તરબૂચ
—
માઈન્ડ ગેમ
તમે પૂર્વ આફ્રિકા ફરવા જઈ રહ્યા હતા અને અચાનક વિમાને એડીસ
અબાબા નામના શહેરમાં ઉતરાણ કરવું પડ્યું. તમે કયા દેશમાં પહોંચી ગયા એ કહી શકશો?
—
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
હોળી ફાગણ
અખાત્રીજ વૈશાખ
મહાશિવરાત્રી મહા
ગુડી પડવો ચૈત્ર
બળેવ શ્રાવણ
ગુજરાત મોરી મોરી રે
વડવાનલ
ઓળખાણ પડી?
કર્ણાટક
માઈન્ડ ગેમ
ભાગીરથી
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બાજરો