ઓળખાણ પડી?
રણજી ટ્રોફી સ્પર્ધાની ફાઇનલમાં બોલર તરીકે શ્રેષ્ઠ કામગીરી બજાવનાર આ ખેલાડીની ઓળખાણ પડી?
અ) રવિન્દ્ર જાડેજા, બ) જયદેવ ઉનડકટ, ક) ધર્મેન્દ્ર સિંહ જાડેજા ડ) ચિરાગ જાની
—
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
પથ્થર મૂર્તિ
પ્રતિમા કમળ
પ્રતિબિંબ કુસુમ
પંકજ શિલા
પુષ્પ છાયા
—
ગુજરાત મોરી મોરી રે
લગ્ન લેવાય એના એકાદ બે દિવસ પહેલા ગવાતા સાંજીના ગીતની પંક્તિ પૂરી કરો.
કોયલ માંગે ———– જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી,
કોયલને ઉડાડો આપણે દેશ, મોરલિયો માંગે રે લાડણ લાડલી.
અ) ઝાંઝરિયાની, બ) કડલાંની , ક) પાનેતરની, ડ) અવસરની
—
જાણવા જેવું
શિકારી પક્ષીઓની એક લાક્ષણિકતા એ છે કે તે માળા એવી રીતે બાંધે છે કે એકબીજાની નજરે ન ચડે. ઘણાં શિકારી પક્ષીઓ તો માળા બાંધતા જ નથી, પણ વૃક્ષના થડની બખોલમાં અથવા પહાડની ભેખડ વચ્ચે ઈંડાં મૂકવા પસંદ કરે છે. આ પક્ષીઓની દૃષ્ટિ શક્તિશાળી હોવાથી ઊંચાઈ પરથી પાણીની અંદરની માછલીનો શિકાર કરી શકે છે. એની દૃષ્ટિ તીવ્ર હોય છે અને એની ચાંચ તેમજ પંજા અત્યંત તીક્ષ્ણ હોય છે.
—
ચતુર આપો જવાબ
લાઠીના રાજવી કવિ કલાપીની ‘ગ્રામ્યમાતા’ની પંક્તિઓ છે: રસહીન ધરા થઈ છે, દયાહીન થયો છે નૃપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી પડી. નૃપનો અર્થ જણાવો.
—
માથું ખંજવાળો
અ) નાથ, બ) રાજા
ક) વજીર,
ડ) સેનાપતિ
—
નોંધી રાખો
કવિજીવ કહી ગયો છે કે ધરતીનું આ સદન બદલો અથવા તો જર્જરિત થઈ ગયેલું આ ગગન બદલી નાખો. હકીકતમાં જરૂર છે સંસારમાં સ્થિર ન રહી શકતા મનને બદલવાની.
—
માઈન્ડ ગેમ
‘રીંગણાં લઉં બે ચાર? લે ને દસ – બાર’ એ ગમ્મ્ત કરાવતો અને બોધ આપતો સંવાદ બાળવાર્તામાં કયા પાત્રને મોઢે બોલાય છે એ કહી શકશો?
અ) છકો મકો બ) તભા ભટ્ટ ક) બકોર પટેલ ડ) દલા તરવાડી
—
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઉગમ મૂળ, આરંભ
ઉગ્ર જલદ
ઉચાટ બેચેની
ઉચાપત તફડંચી
ઉચિત યોગ્ય
ગુજરાત મોરી મોરી રે
ઝંખવાણા
ઓળખાણ પડી?
કાલાશનિકોવ
માઈન્ડ ગેમ
ન્યુઝીલેન્ડ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પલ્લીનો મેળો