‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————–
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
पंजीकरण મસાલાનો વેપારી
पंडाल તપાસ
पंसारी મંડપ
पटवारी નોંધણી
पडताल તલાટી
————-
ઓળખાણ પડી?
‘ધ ગુડ ધ બેડ એન્ડ ધ અગ્લી’ અને ‘ડર્ટી હેરી’ જેવી ઘણી યાદગાર ફિલ્મો આપનાર હોલીવૂડના નિર્માતા – દિગ્દર્શક અને અભિનેતાની ઓળખાણ પડી?
અ) ગ્રેગરી પેક બ) ક્લિન્ટ ઈસ્ટવૂડ ક) રોબર્ટ દ નીરો ડ) કેરી ગ્રાન્ટ
————–
ગુજરાત મોરી મોરી રે
‘આલમ આરા’ (૧૯૩૧) પછી ૧૯૩૨માં બનેલ સર્વપ્રથમ ગુજરાતી ચિત્રપટ ‘નરસિંહ મહેતા’માં નરસિંહ મહેતાની ભૂમિકા કયા કલાકારે કરી હતી એ જણાવો.
અ) ઉમાકાંત દેસાઈ બ) મનહર રસકપૂર
ક) મારુતિ રાવ ડ) માસ્ટર મનહર
———–
જાણવા જેવું
લતા મંગેશકર પાસે એકેય ગીત નહીં ગવરાવનાર સંગીતકાર ઓ. પી. નય્યરના સ્વરાંકનમાં મહિલા ગીત મહદંશે આશા ભોસલે અને ગીતા દત્તે ગાયાં છે. જાણવા જેવી વાત એ છે કે કુલ બાવીસ ફિલ્મમાં ગીતા દત્તે નય્યર સાબ માટે ૬૨ ગીત ગાયા છે. એમાં ૩૫ એકલગીતનો સમાવેશ છે. યુગલગીતની વાત કરીએ તો બાવીસ ગીત મોહમ્મદ રફી સાથે સ્વરબદ્ધ થયા છે જ્યારે આશા ભોસલે સાથે પાંચ મહિલા યુગલ ગીત તૈયાર થયા છે.
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સદાબહાર યુગલ ગીત ‘યાદ કિયા દિલને કહાં હો તુમ, ઝૂમતી બહાર હૈ કહાં હો તુમ’માં દેવ આનંદ સાથે નજરે પડતી અભિનેત્રીનું નામ કહી શકશો?
અ) તનુજા બ) ઉષા કિરણ ક) કલ્પના કાર્તિક ડ) માલા સિંહા
————–
નોંધી રાખો
માનવીના રંગસૂત્રમાં કંઈક એવી કરામત છે જેને કારણે વરસાદની શરૂઆત થતાની સાથે જ એ આનંદમાં – ગેલમાં આવી જાય છે. એવી માન્યતા છે કે પર્જન્ય (મેઘ, વરસાદ) પ્રાણનો પર્યાય છે.
———–
માઈન્ડ ગેમ
અદ્ભુત અભિનેતા સંજીવ કુમાર કારકિર્દીમાં વિવિધ ભૂમિકાઓ ભજવી સિને રસિકોના હૃદયમાં જડાઈ ગયા. આપેલા વિકલ્પમાંથી તેમના ડબલ રોલવાળી ફિલ્મ શોધી કાઢો.
અ) સંઘર્ષ બ) ખિલૌના
ક) અનોખી રાત ડ) અંગુર
———–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
हंगामा તોફાન
हकलाना તોતડાવવું
हकूमत સત્તા, શાસન
हट्टाकट्टा હૃષ્ટપુષ્ટ
हडकंप ખળભળાટ
————-
ગુજરાત મોરી મોરી રે
ગોવિંદ સરૈયા
———–
ઓળખાણ પડી?
રાગિણી
———-
માઈન્ડ ગેમ
તીન પત્તી
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ગોમતી કે કિનારે
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કિશોરકુમાર વેદ (૪) કલ્પના આશર (૫) શ્રદ્ધા આશર (૬) લજિતા ખોના (૭) ભારતી બુચ (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) શીરીન ઔરંગાબાદવાલા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) હરીશ સુતરીયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) હર્ષા મહેતા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પુષ્પા પટેલ (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) પ્રવીણ વોરા (૨૬) વિણા સંપટ (૨૭) દેવેન્દ્ર સંપટ (૨૮) અરવિંદ કામદાર (૨૯) રજનીકાંત પટવા (૩૦) મહેશ દોશી (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) રમેશ દલાલ (૩૩) હિના દલાલ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) દિલીપ પરીખ (૩૭) વર્ષા નાનસી (૩૮) વિજય ગરોડિયા (૩૯) પુષ્પા ખોના (૪૦) સુનીતા પટવા (૪૧) મહેશ સંઘવી (૪૨) સુરેખા દેસાઈ (૪૩) રજનીકાંત પટવા (૪૪) નિતીન બજરિયા