‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
चतुष्पाद ટુકડી, જૂથ
चंद्रमौळी રોટલી
चपराक ચારપગું
चपाती જર્જરિત ઘર
चमू થપ્પડ
—————
ઓળખાણ પડી?
ઇઝરાયલના રાજકારણમાં ‘લોખંડી મહિલા’નું બિરુદ મેળવનાર શિક્ષિકા – રાજકારણીની ઓળખાણ પડી? ઇઝરાયલના પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે તેમની ઓળખ છે.
અ) ઇઝાબેલ પેરોન બ) ગોલ્ડા મીર ક) માર્ગારેટ થેચર ડ) યુગેનિયા ચાર્લ્સ
————–
ગુજરાત મોરી મોરી રે
તમને જો ગુજરાતી વાંચનનો શોખ હશે અને સાહિત્યિક લખાણ વાંચ્યા હશે તો ‘અહર્નિશ’ શબ્દ વાંચવામાં જરૂર આવ્યો હશે. ’અહર્નિશ’નો અર્થ કહી શકશો?
અ) આયાત – નિકાસ બ) અગમ – નિગમ ક) દિવસ – રાત ડ) દરિદ્રતા – રાજાશાહી
————-
જાણવા જેવું
હેલન કેલરે ૧૮ માસની વયે દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ ગુમાવી હતી. માત્ર હાવભાવ અને ઇશારાથી પ્રારંભમાં તે લોકોને સમજાવી શકતાં હતાં. હેલનની સાત વર્ષની ઉંમરથી શિક્ષિકા તેમને બ્રેઇલ લિપિની મદદથી શીખવતાં. તેમની દોરવણીથી વાંચતાં, લખતાં – બોલતાં શીખ્યાં. આ શિક્ષિકા પાસે ૨ માર્ચ ૧૮૦૭ના દિવસે હેલન કેલરે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી અને તેથી તે દિવસ કેલર પોતાના આત્માનો ‘જન્મદિવસ’ તરીકે ઊજવતા.
—————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલા ધોળા રંગના અને મીઠી સુગંધવાળા શ્રાવણ મહિનામાં થતા ફૂલનું નામ શોધી કાઢો.
એકદમ ધ્યાનથી વાંચ, મેલી રમત રમાઈ છે એનો તને ચોક્કસ ખ્યાલ આવી જશે
—————–
નોંધી રાખો
કોઈથી અંજાઈ જવાને બદલે પોતાની દ્રષ્ટિ માંજી સારા – નરસાની પરખ કરતા શીખી જાઓ. દયાની યાચના કરવાને બદલે હિંમતવાન અને સ્વાવલંબી બનતા શીખી જાઓ.
————-
માઈન્ડ ગેમ
અહીં આપેલા દરિયાઈ જીવોના વિકલ્પોમાંથી કયો જીવ માછલી જેવો દેખાતો હોવા છતાં માછલી નથી કહેવાતો એ કહી શકશો?
અ) ગોલ્ડફિશ બ) ડોલ્ફિન ક) શાર્ક ડ) કોડ
—————
ભાષા વૈભવ
A B
नुकता તાજેતરમાં
नीट યોગ્ય
नेहमी વારંવાર
नेसणें પહેરવું
न्याहारी નાસ્તો
—————
ગુજરાત મોરી મોરી રે
બાષ્પ
————-
ઓળખાણ પડી?
આસોપાલવ
————
માઈન્ડ ગેમ
કલઈ
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સમોસા
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) કલ્પના આશર (૫) નિતીન જે. બજેરીયા (૬) નીતિ દેસાઈ (૭) અમીષી બંગાળી (૮) મનીષા શેઠ(૯) ફાલ્ગુની શેઠ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) હરીશ સુતરીયા (૧૨) મહેશ દોશી (૧૩) પુષ્પા પટેલ (૧૪) મિનળ કાપડિયા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) વિલાસ સી. અંબાણી (૨૦) મહેન્દ્ર લોઢાયા (૨૧) હરીશ મહેતા (૨૨) ભાવના કર્વે (૨૩) પ્રવીણ વોરા (૨૪) દેવેન્દ્ર સંપટ (૨૫) વીણા સંપટ (૨૬) અંજુ ટોલીયા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) પુષ્પા ખોના (૨૯) શિલ્પા શ્રોફ (૩૦) દિલીપ પરીખ (૩૧) રશિક જુઠાણી (ટોરન્ટો-કેનેડા) (૩૨) વર્ષા મિલિંદ નાનસી (૩૩) રમેશ દલાલ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) હિનાબેન દલાલ (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) મહેશ સંઘવી